- મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શન મેળવવા નાગરિકોને ધરમધક્કા
- શનિવારે પણ LG હોસ્પિટલ ખાતે લોકોને ન મળ્યા ઇન્જેક્શન
- વહેલી સવારથી લાઇનમાં ઉભા રહેવા છતા લોકોને મળી નિરાશા
- અમારી પાસે મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શન આવ્યા જ નથી - LG હોસ્પિટલ
અમદાવાદ : રાજ્ય સરકારના પરિપત્ર મુજબ શનિવારના રોજ LG હોસ્પિટલમાં ઇન્જેક્શન આવ્યા છે કે, કેમ તે મુદ્દે LG હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સંજય ત્રિપાઠી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે ETV BHARATને જણાવ્યું હતું કે, હજૂ LG હોસ્પિટલમાં ઇન્જેક્શન આવ્યા નથી. આગામી સમયમાં ઇન્જેક્શન આવશે કે કેમ? તે અંગે કશું જ કહી શકાય તેમ નથી. જોકે, ઇન્જેક્શન આવશે, તો લોકોને આપવા LG હોસ્પિટલની સંપૂર્ણ તૈયારી છે.
આ પણ વાંચો -બાળકોમાં મ્યુકોરમાઈકોસીસનો પ્રથમ કેસ, અમદાવાદના 15 વર્ષીય બાળકને દાંતના ભાગે ઈન્ફેક્શન