વુમન સ્ટાઇલ અવૉર્ડ સીઝન 4માં આ વખતે કુલ 3 રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ રાઉન્ડ "ધ ડેઝલિંગ ડ્રેપ" જેમાં સ્ટાલિસ્ટ પશ્ચિમી સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિઓને સુમેળ કરીને સુંદર આકર્ષિત ડ્રેપ ગાર્મેન્ટ્સ ડિઝાઇન કરવામાં આવ્યા હતા. પૌરાણિક સંસ્કૃતિ જેમ કે, ઇજિપ્ત, ગ્રીસ, રોમ અને બાયઝેન્ટાઇન.
INIFD દ્વારા વુમન સ્ટાઇલ અવૉર્ડ સીઝન- 4 યોજાયો - Ishani Parikh
અમદાવાદ: INIFD ફેશનના ક્ષેત્રે કાંઇને કંઈ નવું કરતું રહે છે ત્યારે શનિવારે અમદાવાદ વિમેન્સ સ્ટાઇલ અવૉર્ડ 2019 સીઝન- 4નું આયોજન થયું હતું. જેનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓની ખાસિયત સ્ટેજ પર રજુ કરવાની છે. આ ઍવૉર્ડમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ક્રિએટિવિટી રજૂ કરવામાં આવી હતી.
ahd
આ અવૉર્ડનો મુખ્ય ઉદેશ્ય ઉભરતા ડિઝાઈનરોની ક્રિએટિવિટી બહાર લાવવાનો છે. આ વિદ્યાર્થીઓને તેમના ફેક્લટી તથા શિરાલી શાહ ડિઝાઈનર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સંગ્રહ ખુબ જ રસપ્રદ છે કારણ કે કોઈ બે કપડાં અને શૈલીઓ સમાન નથી.