અમદાવાદઃ જિલ્લામાંં શાકભાજી અને ફળોની સપ્લાયમાં કોઈપણ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો નથી. ઉલટા સપ્લાય વધતાં શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારના માર્ગદર્શનનું લોકોએ પાલન કરતા પૂરતી સંખ્યામાં શાકભાજી ઉપલબ્ધ છે. ખેડૂતોને પણ કોઈ જ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો નથી. જોકે લોકો થોડું ખરીદતા હોવાથી શાકભાજીની સપ્લાય વધતાં ભાવમાં 30 ટકા સુધનો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાંથી આવતી તમામ શાકભાજી ઉપલબ્ધ છે, એટલું જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ પૂરતી સંખ્યામાં શાકભાજી આવે છે.
કોરોના સામે મોંઘવારી હારી : શાકભાજીના ભાવમાં 30 ટકા સુધીનો ઘટાડો - અમદાવાદ કોરોના
રાજ્યમાં કોરોના વાઇરસની કથળતી સ્થિતિને લીધે જારી કરાયેલા લૉક ડાઉન વચ્ચે શાકભાજી કે ફ્રૂટની કોઈપણ પ્રકારની ઘટ નથી, પરંતુ લૉક ડાઉનના સમયે લોકો સરકારના નિયમોનું સખ્તપણે પાલન કરતા ઓછું ઘરની બહાર નીકળતાં ઓછી ખરીદી થાય છે. જેને લીધે શાકભાજીના ભાવમાં 30 થી 40 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
કોરોના સામે મોંઘવારી હારી : શાકભાજીના ભાવમાં 30 ટકા સુધીનો ઘટાડો
નોંધનીય છે કે 8મી એપ્રિલ સુધીમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 83 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં આંકડો વધીને 179 પર પહોંચ્યો છે. મોટાભાગના કેસ કોટ વિસ્તારમાં પોઝિટિવ આવતા તેમને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બફર ઝોન જાહેર કરાયાં છે. જેમાં બહારથી આવનાર અને જનાર તમામ વ્યક્તિઓના સ્ક્રીનિગ કરવામાં આવશે.