અમદાવાદ : ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોષીયારા કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત (Bhiloda Congress MLA Corona Positive) થયા હતા. તેમને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેમની તબિયત વધુ લથડતા ચેન્નાઇ ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ડૉ.અનિલ જોષીયારાને આર્થિક સહાયને લઈને વિવાદ
ડોક્ટર અનિલ જોષીયારાને અમદાવાદ અને ત્યારબાદ ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ (Dr. Anil Joshiyara Admitted to Chennai Hospital) કરતા તેમનો સારવારનો ખર્ચ વધુ આવે હોય તે સ્વાભાવિક છે. ત્યારે કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે ભાજપ સરકાર પર આક્ષેપ (Congress MLA Ashwin Kotwal attack on BJP) કરતાં જણાવ્યું હતું કે, ડોક્ટર અનિલ જોષીયારા કોંગ્રેસના ધારાસભ્ય છે. આથી વર્તમાન ભાજપ સરકાર ભેદભાવ રાખીને તેમને આર્થિક સહાય કરી રહી નથી.
અશ્વિન કોટવાલને સરકારી પ્રક્રિયાની માહિતી નહિ : પ્રદીપસિંહ વાઘેલા