કોંગ્રેસે હાથ સે હાથ જોડો યાત્રાની કરી જાહેરાતકોંગ્રેસે હાથ સે હાથ જોડો યાત્રાની કરી જાહેરાત અમદાવાદ:આજે અમદાવાદ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 138મા સ્થાપના દિવસની ઉજવણી (Indian National Congress Foundation Day) કરવામાં આવી હતી. તેની સાથે જ કોંગ્રેસના સેવાદળના 99મા સ્થાપના દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. (Congress Foundation Day celebration in ahmedabad)
અમદાવાદ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 138મા સ્થાપના દિવસની ઉજવણી કોંગ્રેસનો સ્થાપના દિવસ: આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 138મો સ્થાપના દિવસ છે. અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 138મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેની સાથે જ કોંગ્રેસના સેવાદળના 99 માં સ્થાપના દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ પાર્ટી અડીખમ: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે સેવા સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ 1885થી અનેક ઉતાર-ચડાવમાંથી પસાર થયું છે. સત્તા અને સંઘર્ષ વચ્ચે પણ દેશની એકતા, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા અને સમાનતાના સિદ્ધાંતો સાથે કોંગ્રેસે આજ દિન સુધી ક્યારેય પણ કોઈપણ પ્રકારની બાંધછોડ કરી નથી. દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે થઈને આજ દિન સુધી કોંગ્રેસ પાર્ટી અડીખમ છે.
આ પણ વાંચો:સરકારનો 100 દિવસથી 5 વર્ષ સુધીનો એક્શન પ્લાન, કેબિનેટ બેઠકમાં કરાઈ ચર્ચા
હાથ સે હાથ જોડો યાત્રા: મહત્વનું છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસ પોતાનો ફરીથી હાથ સે હાથ જોડો યાત્રા (Congress announced Hath Se Hath Jodo Yatra) કરવા જઈ રહી છે તેને લઈને જગદીશ ઠાકોરે માહિતી આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસને ચેતનવંતી કરવા માટે થઈને પ્રજાની વચ્ચે જવા માટે રાહુલ ગાંધી જે ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે. એ યાત્રાની સાથે સાથે ગુજરાતમાં હાથ સે હાથ જોડો યાત્રાનું એક સફળ સંચાલન કરીને ગુજરાતના તમામ ગામડાઓ અને તમામ શહેરોમાં જશે.
આ પણ વાંચો:ધો- 6થી 8માં 10-બેગલેસ ડેની જાહેરાત, નવી રોજગારીનું થશે નિર્માણ
વિરોધ પક્ષની ભૂમિકામાં આગળ વધશે: હાથ સે હાથ જોડો કાર્યક્રમની તમામ વિગતો 30 તારીખ સુધીમાં તમામ જિલ્લાઓના મથકોમાં માહિતી પહોંચી જશે. 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીમાં તમામ જિલ્લાઓની મથકો ઉપર મીટીંગ પૂરી કરીશું. આ યાત્રામાં ગુજરાતના 52000 બુથોને સાંકળીને પ્રજાને મળવાનો કાર્યક્રમ ગોઠવીશું. આ સાથે જ અમે સરકાર જે પણ સારા કાર્યો કરશે એને અમે સપોર્ટ કરીશુ. પ્રજાને જે પણ મુશ્કેલીઓ ઊભી થશે. તેના પ્રશ્નો લઈને સરકાર સામે આક્રમક રીતે વિરોધ પક્ષની જે પણ ભૂમિકા ભજવવાની થશે તે દિશામાં પણ કોંગ્રેસ આગળ વધશે.