રાહુલ કેટલાક બાળકો કે જેઓ સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉત્સાહ દર્શાવી રહ્યા છે અને આગળ જવા માંગે છે. તેમને જરૂરી નોલેજ આપી સગાઈના આ પળને યાદગાર બનાવ્યું હતું. એ પછીથી સંગસહયોગ ફાઉન્ડેશન સાથે મળીને બાળકોને સ્પોર્ટ્સ ક્ષેત્રે જરૂરી નોલેજ આપશે.
ઈન્ડિયન કબડ્ડી સ્ટાર રાહુલ ચૌધરી કરશે પાયલટ હેતાલી બ્રહ્મભટ્ટ સાથે સગાઈ - pilot Hitley Brahmabhatt
અમદાવાદ: ઈન્ડિયન કબડ્ડી સ્ટાર રાહુલ ચૌધરી અમદાવાદની પાયલટ હેતાલી બ્રહ્મભટ્ટ સાથે સગાઈના બંધને બંધાશે. આ બન્નેની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મની સ્ટોરીથી અલગ નથી. તેઓ ઓગસ્ટ માસમાં એક બીજાને મળ્યા હતા. જે બાદ તેમને સગાઈ કરવાનું નક્કી કરી લીધું. રાહુલ ચૌધરી કે, જેઓ કબડ્ડીમાં શૉ મેન અને રેડ મશિન તરીકે જાણીતા છે. ઈન્ડિયન નેશનલ કબડ્ડી ટીમમાં 2016માં ગોલ્ડ મેડલ પણ મેળવી ચુક્યા છે. જ્યારે પાયલટ હેતાલી બ્રહ્મભટ્ટ કોમર્શિયલ પાયલટ છે.
આ અંગે હેતાલી બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, તેમને નાનપણથી જ કબડ્ડીની રમત ગમે છે.તે સ્કૂલમાં હતી ત્યારે કબડ્ડી ટીમમાં ભાગ લેતી હતી. જ્યારે રાહુલની ઈચ્છા નાનપણથી જ કોઈ પાયલટ સાથે જ લગ્ન કરવાની હતી. તેને અપોઝિટ સબંધો વધારે ગમે છે. રાહુલ એક બેસ્ટ પ્લેયરની સાથે એક જવાબદાર વ્યક્તિ અને લવિંગ તેમજ કેરીંગ પર્સન છે. જે મેરેજ પછી પણ પિતાના કામ અને તેના પેશનને લઈને સપોર્ટીવ રહેશે.
કબડ્ડી સ્ટાર રાહુલ ચૌધરીએ જણાવ્યું કે, તેની સગાઈ એક ગુજરાતી સાથે થવા જઇ રહી છે. એ પણ ગુજરાતી હોવાની સાથે સાથે એક પાયલટ પણ છે. જેવી રીતે પાયલટ ની જવાબદારી મુસાફરોને સહી સલામત મંજિલ સુધી પહોંચાડવાની હોય છે. આ જ જવાબદારી સાથે તે સફળ દામ્પંત્યની મંજિલ હેતાલી સાથે પાર કરવા માંગે છે.