- 24 પાકિસ્તાની નાગરિકો બન્યા ભારતના નાગરિકો
- અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા 24 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા મળી
- કલેકટર કચેરી દ્વારા 924 વ્યક્તિઓને ભારતીય નાગરીકતા આપવામાં આવી
અમદાવાદઃજિલ્લા કલેકટર સંદીપ સાગલેના હસ્તે સોમવારે 24 પાકિસ્તાની લઘુમતી ધરાવતાહિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત(Citizenship to Hindus belonging to Pakistan's minority) કરવામા આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી(District Development Officer) અનિલ ધામેલિયા, અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતનું નાગરિકત્વ મેળવવા 7 વર્ષ જોવી પડે છે રાહ
આ 24 પાકિસ્તાની હિંદુઓ છેલ્લા 7 વર્ષથી અમદાવાદમાં સ્થાયી હતા. નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી.ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.