ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ફેશન શૉ અને ડાન્સ પરફોર્મન્સનું આયોજન, ઈન્ડિયન આર્મી થીમ પર જૂઓ શાનદાર ડાન્સ - મોર્ડન અને લિરિકલ કન્ટેમ્પરરી

અમદાવાદઃ શહેરમાં ડાન્સ પાયર અકેડમી દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 55 ગ્રુપ પરફોર્મન્સ અને ફેશન શૉ હતા. ડાન્સની ટીમને અનુરૂપ પ્રોફેશનલ અને ટેકનીકલ બેગ્રાઉન્ડ મુકવામાં આવ્યા હતા. આ ડાન્સ પરફોર્મન્સમાં મોર્ડન અને લિરિકલ કન્ટેમ્પરરી, સાલસા, ઝુમ્બા, ડાન્સ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેશન શોની થીમ ઇન્ડિયન આર્મી રાખવામાં આવી હતી. જેમાં તેમનું જીવન અને તેમનો દેશ પ્રત્યેનું બલિદાન દર્શાવવામાં આવ્યું હતું. જેણે ઉપસ્થિત દરેક લોકોની આંખો ભીની કરી દીધી હતી.

ઇન્ડિયન આર્મીની થીમ પર હીલ ડાન્સ અને એરિયલ ડાન્સ રજૂ કરવામાં આવ્યું

By

Published : Sep 11, 2019, 11:32 AM IST

આ અંગે અચલ જોશી જણાવે છે કે, "અમારો આ પ્રકારના ડાન્સ શો પાછળનો હેતુ લોકોને ડાન્સ કરતા લોકોને પૂરતી સમજણ આપી તેમને કોરિયોગ્રાફર બનાવવાનું છે. આજના યુવાનોને ડાન્સ પ્રત્યે પૂરતી સમજણ નથી, અને તેઓ ફક્ત જે રીતે ટીવી કે સિનેમામાં જોવે છે તે મુજબ જ કરવાનો પ્રયત્ન કરે છે.

ઇન્ડિયન આર્મીની થીમ પર હીલ ડાન્સ અને એરિયલ ડાન્સ રજૂ કરવામાં આવ્યું

પરંતુ અમે ઇચ્છીએ કે તેઓ પોતાની રીતે એક નવું કરે અને નવું શીખે જેથી તેઓ પોતાનું આ ફિલ્ડમાં કરિયર બનાવી શકે. સારો ડાન્સ કરવો એ દરેકને ગમે છે અને અમદાવાદીઓ ડાન્સના ખૂબ જ શોખીન છે પરંતુ એ જ ડાન્સ જ્યારે તેમને પૂરેપૂરી ટેકનીક અને કોરિયોગ્રાફી સાથે શીખવાડવામાં આવે ત્યારે તેઓ એ શોખ નહીં પોતાનું કરિયર ની રીતે જોવા લાગે છે અને અમે અમદાવાદના લોકોને ડાન્સનો ખરો અર્થ શીખવાડવા માંગીએ છીએ.

ઇન્ડિયન આર્મીની થીમ પર હીલ ડાન્સ અને એરિયલ ડાન્સ રજૂ કરવામાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details