અમદાવાદ: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપનો મહાજંગ થવા જઈ રહ્યો છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર બહાર ક્રિકેટ રસિકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ‘ઈન્ડિયા... ઇન્ડિયા...’ના નારા લગાલી લોકો ભારતીય ટીમને સપોર્ટ કરી રહ્યા છે. 10 વાગ્યાથી લોકોને સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરી લોકોને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
IND Vs PAK: સ્ટેડિયમમાં લોકોને પ્રવેશ શરૂ, મેચ જોવા ઉમટ્યાં ક્રિકેટ રસિયાઓ - undefined
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાચંક મેચ યોજાવા જઈ રહી છે. સ્ટેડિયમમાં લોકોને પ્રવેશ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. મેચને જોવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે.
IND Vs PAK
Published : Oct 14, 2023, 10:44 AM IST
સ્ટાર્સનો થશે જમાવડો:અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની ટક્કર પહેલા બપોરે 12:30 થી 1:10 સુધી પરફોર્મન્સ થશે. જેમાં મેચ પહેલા જાણીતી હસ્તીઓ પરફોર્મ કરશે, જેમાં અરિજીત સિંહ, શંકર મહાદેવન જેવા મોટા નામો સામેલ છે. અમિતાભ બચ્ચન, રજનીકાંત, સચિન તેંડુલકર, અનુષ્કા શર્મા પણ સ્ટેડિયમમાં હાજર રહેશે.
TAGGED:
india pak