અમદાવાદ: મધ્યપ્રદેશના ભોપાલ ખાતે IISF-2022નું (india International Science Festival 2022) આયોજન કરવામાં આવશે. 21થી 24 જાન્યુઆરી 2023 દરમિયાન કોરોનાના બે વર્ષ બાદ તેનું આયોજન (india International Science Festival in bhopal) કરવામાં આવ્યું છે. વિજ્ઞાન મહાકુંભ નામના આ ફેસ્ટિવલમાં ભારત અને વિદેશના વૈજ્ઞાનિકો, ટેક્નોલોજીસ્ટીક, નિર્માતાઓ, કારીગરો, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો, સંશોધકો વિદ્યાર્થીઓ અને સંશોધકો ભાગ લેશે. (Science Festival in bhopal)
અમૃતકાળ તરફની કુચની થીમ: IISFની આવૃત્તિની થીમ વિજ્ઞાન ટેકનોલોજી અને નવીનતા સાથે અમૃતકાળ તરફની કુચછે. જેમાં સર્જનાત્મક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા IISF 2022 વૈજ્ઞાનિક સમુદાય અને સામાન્ય જનતા ને એક સાથે લાવવા અને ભારત અને માનવતાના સુખાકારી માટે વિજ્ઞાન ઉપયોગ થકી આનંદ અનુભવવાની તક પૂરી પાડશે. વિજ્ઞાન અને તેની અન્યતા ભવ્યતા અને સર્જનાત્મક માટે એક લાખથી પણ વધુ સ્થાનિકો મુલાકાતનો ઉત્સવમાં સાક્ષી પણ રાખવામાં આવી રહી છે.
વિજ્ઞાન કોલોનીની સ્થાપના: ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, અણું ઉર્જા વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને મધ્યપ્રદેશ સરકાર સંયુક્ત રીતે IISF 2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં બાયો ટેકનોલોજી વિભાગ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, ફેસ્ટિવલ માટે નોડલ સંકલન વિભાગ છે. જેની અંદર મધ્યપ્રદેશ કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીની સ્થાનિક ભાગીદારી જોવા મળી રહી છે. અગાઉની જેમ અન્ય કેટલાક S&T મંત્રાલયો અને વિભાગો પણ આ કાર્યક્રમમાં સામેલ થશે.મધ્યપ્રદેશ સરકારમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને વિજ્ઞાનના ટેકનોલોજીના ખાસ કરીને IISF 2022 માટે વિજ્ઞાન કોલોની સ્થાપના કરવામાં આવશે.