ગુજરાત

gujarat

ETV Bharat / state

કોલકાતામાં 'ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ-2019' યોજાશે - IISF   થીમ RISEN INDIA રિસર્ચ, ઇનોવેશન  એન્ડ સાયન્સ એમ્પાવરિંગ નેશન

અમદાવાદઃ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2019, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સાયન્સ એન્ડ ટેકનોલોજી સંલગ્ન મિનિસ્ટ્રીઝ તથા વિજ્ઞાન ભારતી દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યો છે.  આ વાર્ષિક ઇવેન્ટ કોલકાતામાં 5 થી 8  નવેમ્બર 2019 દરમિયાન યોજાશે. 2015 થી પ્રારંભ કરાય ઇવેન્ટની પાંચમી એડિશન છે જેની થીમ RISEN INDIA રિસર્ચ, ઇનોવેશન  એન્ડ સાયન્સ એમ્પાવરિંગ નેશન છે.

ahemdabad

By

Published : Oct 11, 2019, 7:39 PM IST

IISF 2019 માં ભારત અને વિદેશમાંથી 12 હજાર જેટલા લોકો ભાગ લેશે તેવો અંદાજ છે. IISF 2019 ની ઇવેન્ટ વિશ્વા બાંગ્લા કન્વેન્શન સેન્ટર અને સાયનસીટી કોલકાતા ખાતે યોજાશે. સત્યજિત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, બોઝ ઇન્સ્ટીટયુટ એન્ડ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ કેમિકલ બાયોલોજી આ ફેસ્ટિવલની અન્ય કેટલીક ઉજવણીના સ્થળો છે.

ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2019 કોલકાતામાં યોજાશે

આ કાર્યક્રમ દરમિયાન 28 અલગ-અલગ ઇવેન્ટ અપડેટ થશે જેની માહિતી www.scienceindiafest.org પર ઉપલબ્ધ છે જેમાં દેશભરમાંથી 25થી વધુ વિદ્યાર્થીઓને આમંત્રિત કરાશે. ફેસ્ટિવલમાં 700 મહિલા સાઇન્ટીસ્ટ સહિત દેશ અને વિદેશના સાઇન્ટીસ્ટ ભાગ લેશે. ગુજરાતમાંથી પાંચ હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે.

ABOUT THE AUTHOR

...view details