ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો ટ્રેન, થયા 1700 કરોડના MoU - અમદાવાદ મેટ્રો ટ્રેન

અમદાવાદમાં મેટ્રો ફેઝ 1 શરૂ થયા પછી હવે મેટ્રો ટ્રેન ફેઝ 2 માટે ફ્રેન્ચની એજન્સી સાથે MoU કરવામાં (India France sign MoU) આવ્યા છે. આ માટે ફ્રેન્ચ ડેવલપમેન્ટ સમર્થિત એજન્સી દ્વારા 1,700 કરોડ રૂપિયાથી વધુના ધિરાણવાળા એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં (Signature Ceremony) આવ્યા હતા. ફ્રેન્ચ રાજદૂતે (Emmanuel Lenain) ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી.

હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો ટ્રેન, થયા 1700 કરોડના MoU
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો ટ્રેન, થયા 1700 કરોડના MoU

By

Published : Oct 21, 2022, 9:49 AM IST

અમદાવાદવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં મેટ્રો ટ્રેનને (Ahmedabad Metro Train) લીલીઝંડી આપી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી મેટ્રો ટ્રેનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જોતજોતામાં મોટેરાથી વાસણા APMC સુધીના બીજા રૂટ પર પણ મેટ્રો હવે દોડી રહી છે. ત્યારે હવે અમદાવાદ અને ગાંધીનગર માટે મહત્વના સમાચાર આવ્યા છે. હવે અમદાવાદથી ગાંધીનગર પણ મેટ્રો ટ્રેન દોડતી થશે.

ફ્રેન્ચ રાજદૂતે કર્યું ટ્વિટ મેટ્રો ટ્રેન ફેઝ 2 માટેના MoU (India France sign MoU) પણ કરી દેવાયા છે. ફેઝ-2 માટે ફ્રેન્ચ ડેવલપમેન્ટ સમર્થિત એજન્સી દ્વારા 1,700 કરોડ રૂપિયાથી વધુ ધિરાણવાળા એગ્રીમેન્ટ પર ગઇકાલે હસ્તાક્ષર (India France sign MoU) કરવામાં આવ્યા છે. ફ્રેન્ચ રાજદૂતે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. અમદાવાદથી ગાંધીનગર જતા લોકોને હવે મેટ્રો ટ્રેનના (Ahmedabad Metro Train) કારણે પહોંચવામાં સરળતા રહેશે.

અન્ય વિસ્તારોમાં પણ દોડશે મેટ્રો ગાંધીનગર ખાતે સિગ્નેચર સમારોહ (Signature Ceremony) યોજાયો હતે, જેમાં ફ્રેન્ચ એજન્સીએ આ MoU પર હસ્તાક્ષર (India France sign MoU) કર્યા હતા. સાથે જ ફ્રેન્ચ રાજદૂતે (Emmanuel Lenain) મેટ્રો સાઈટની પણ (Ahmedabad Metro Site) મુલાકાત લીધી હતી. આ સાથે જ હવે અમદાવાદ અને ગાંધીનગરની હદના વિસ્તારોમાં પણ મેટ્રો ટ્રેનને શરૂ કરવાની વિચારણા શરૂ થઈ છે. તો વડાપ્રધાનની સૂચનાના આધારે શહેરી વિકાસ વિભાગ અમદાવાદ તેમ જ એની આસપાસના કયા વિસ્તારોમાં મેટ્રો સર્વિસ શરૂ કરી શકાય એનો એક્શન પ્લાન તૈયાર કરાઈ રહ્યો છે.

PMએ કરાવ્યો હતો પ્રારંભમહત્વનું છે કે, શહેરમાં દોડનારી મેટ્રો ટ્રેનનો (Ahmedabad Metro Train) પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે. તેમાં પૂર્વ અને પશ્ચિમ તેમ જ ઉત્તર તથા દક્ષિણ એમ 2 કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે. તેમાં 17 સ્ટેશન છે. તો ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે. વડાપ્રધાને થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો 30 સપ્ટેમ્બરે પ્રારંભ કરાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details