અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને પોલીસનો લોંખડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી માર્ચે રાત્રે 8 વાગે અમદાવાદ પહોંચ્યા હતા અને ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રી રોકાણ કર્યું હતું. 9મી એટલે કે આજે માર્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાઈ રહેલી મેચ નિહાળશે.
શું હશે સમગ્ર કાર્યક્રમ : મહત્વનું છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9મી માર્ચથી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે. જેમાં બંને દેશના વડાપ્રધાન ટોસ સમયે મેદાનમાં જોવા મળે અને કોમેન્ટ્રી કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. 9 માર્ચના રોજ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવનથી અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે ટેસ્ટ મેચ જોવા પહોચ્યા બાદ પરત ગાંધીનગર જવા રવાના થશે અને બપોરે 2 વાગ્યા સુધી રાજભવનમાં રોકાઈ દિલ્હી જવા માટે રવાના થશે.
આ પણ વાંચો :PM Narendra Modi in Gujarat: PM મોદી પહોંચ્યા અમદાવાદ, 9 માર્ચે ઓસ્ટ્રેલિયાના PM સાથે નિહાળશે ટેસ્ટ મેચ