ગુજરાત

gujarat

ETV Bharat / state

IND vs AUS: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈયારીઓને આખરી ઓપ, મુખ્યપ્રધાને સમીક્ષા કરીને કર્યા સૂચનો - Albanese Narendra Modi Stadium Cricket Diplomacy

ભારત-ઓસ્ટ્રેલિયાની આવતીકાલે ટેસ્ટ શ્રેણીનો અંતિમ ટેસ્ટ મેચ શરૂ થવા જઈ રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની હાજર રહેવાના હોઈ આજ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીએ સ્ટેડિયમ પહોંચી કામગીરીની ચકાસણી કરી હતી.

india-australia-cricket-match-anthony-albanese-narendra-modi-stadium-cricket-diplomacy
india-australia-cricket-match-anthony-albanese-narendra-modi-stadium-cricket-diplomacy

By

Published : Mar 8, 2023, 3:03 PM IST

Updated : Mar 8, 2023, 4:17 PM IST

ભારત-ઓસ્ટ્રેલિયાની આવતીકાલે ટેસ્ટ શ્રેણીનો અંતિમ ટેસ્ટ મેચ

અમદાવાદ: વિશ્વમાં સૌથી મોટા નરેન્દ્ર મોદીએ સ્ટેડિયમમાં આવતીકાલથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંતિમ ટેસ્ટ મેચ યોજવા જઇ રહી છે. આ મેચમાં બંને દેશના વડાપ્રધાન હાજર રહેશે. જેના ભાગ રૂપે ગુજરાત ક્રિકેટ બોર્ડ દ્વારા પણ તૈયારી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતના મુખ્યપ્રધાન કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીએ સ્ટેડિયમ પહોંચી કામગીરીની ચકાસણી કરી

ઓસ્ટ્રેલિયા સાથે 75 વર્ષ જુના સબંધ:ક્રિકેટ-મૈત્રીના 75 વર્ષ નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બેનીસ આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર ચોથી ટેસ્ટ મેચ નિહાળશે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેના ક્રિકેટ શરૂ થાય તે પહેલાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યપ્રધાને સમીક્ષા કરીને કર્યા સૂચનો

જરૂરી સૂચન:સ્ટેડિયમમાં ચાલી રહેલી કામગીરી સંદર્ભે સુરક્ષા, વ્યવસ્થા, સમારંભની રૂપરેખા વગેરેની ઝીણામાં ઝીણી બાબતોની પૂછપરછ કરી હતી. ઉપરાંત મહત્ત્વપૂર્ણ સૂચનો પણ કર્યાં હતાં. આ કાર્યક્રમમાં શહેરીજનોને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી હતી. આ સમીક્ષા મુલાકાતમાં મુખ્યપ્રધાનની સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ, રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, એએમસીના કમિશનર એમ. થેન્નારસન, વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારી, બીસીસીઆઈ અને જીસીએના પદાધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આવતીકાલે ટેસ્ટ શ્રેણીનો અંતિમ ટેસ્ટ મેચ

અંતિમ ટેસ્ટ ભારત માટે મહત્વપૂર્ણ:બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝની અંતિમ ટેસ્ટ આવતીકાલથી શરૂ થઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈને ભારત માટે આ ટેસ્ટ મેચ ખૂબ જ મહત્વની છે કારણ કે ઓસ્ટ્રેલિયા પહેલેથી જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારત આ ટેસ્ટ જીતશે ત્યારે તે પણ ફાઈનમાં પહોંચી જશે અને બોડર ગાવસ્કર ટ્રોફી પણ ભારત પાસે જ રહેશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈયારીઓને આખરી ઓપ

આ પણ વાંચોNarendra Modi Stadium Test Record : ભારત માટે ચોથી ટેસ્ટ જીતવી મહત્વપૂર્ણ, જાણો કેવો છે આ મેદાન પર ભારતનો રેકોર્ડ

આ પણ વાંચોPat Cummins Out: કમિન્સ અમદાવાદ ટેસ્ટમાંથી બહાર, સ્મિથ સંભાળશે ઓસ્ટ્રેલિયાની કમાન

Last Updated : Mar 8, 2023, 4:17 PM IST

For All Latest Updates

TAGGED:

IND vs AUS

ABOUT THE AUTHOR

...view details