અમદાવાદ :વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બોર્ડ ગાવસ્કર ટ્રોફી અંતિમ ટેસ્ટ મેચ આજે શરૂ થઈ છે. ત્યારે ભારતના વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ આ મેચ જોવા પહોંચ્યા છે. મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર રહ્યા છે. ધારાસભ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો સહિતના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં હાજર રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે એક બાળકનું અનોખું દ્રશ્ય નરેન્દ્ર મોદીને લઈને સામે આવ્યા છે.
બાળ નરેન્દ્ર મોદી :બાળકઅલકશેન્દ્રએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી મને ખૂબ જ ગમે છે અને મારું સપનું છે કે એવું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળવા આવ્યો છું. જેને લઈને હું આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વેશભૂષા ધારણ કરીને અહીંયા આવ્યો છું. જો હું વડાપ્રધાનને મળીશ તો મને ખૂબ જ સારું લાગશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે હું સુરતથી અમદાવાદ સ્પેશિયલ આવ્યો છું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન બંને એક સાથે અહીંયા ઉપલબ્ધ છે જે પણ આપણા માટે ગૌરવની વાત કહી શકાય છે.
સવારથી મોટી સંખ્યા ભીડ ભેગી થઈ :પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સવારના 4 વાગ્યાથી જ અહીં લોકોએ આવવાની શરૂઆત કરી દીધી હતી. મેચ શરૂ થયા બાદ પણ પ્રેક્ષકો અહીંયા આવી રહ્યા છે. માત્ર અમદાવાદ નહીં. પરંતુ સમગ્ર ગુજરાતમાંથી જામનગર, વડોદરા, રાજકોટ, સુરત, પાલનપુર સહિતના શહેરોમાંથી પણ દર્શકો તિરંગા સાથે પહોંચી રહ્યા છે. આસપાસના વિસ્તારમાં ભારતનો તિરંગો ટોપી, ટી શર્ટનું પણ વેચાણ માટે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ત્યારે સ્ટેડિયમની બહાર ભારત માતાકી જય અને મોદીના નારા પણ સામે આવ્યા હતા.
વધુ એક રેકોર્ડ સર્જાશે :અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એક રેકોર્ડ તો સ્ટેડિયમ છે. પરંતુ આજે વધુ એક રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે કે, ક્રિકેટના ઇતિહાસની અંદર સૌથી પહેલી વખત કોઈ ટેસ્ટ મેચની અંદર એક લાખથી પણ વધુ પ્રેક્ષકો મેચ જોવા આયા હોય આજે મોટી સંખ્યામાં પ્રેક્ષકો અહીંયા પહોંચ્યા છે. સ્ટેડિયમ પણ ખેચોખી ભરેલું જોવા મળી રહ્યું છે. જેથી આજે પણ સ્ટેડિયમના નામે વધુ એક રેકોર્ડ જોડાશે. સ્ટેડિયમમાં પ્રવેશ મેળવતી વખતે કોઈપણ પ્રકારની ટિકિટ ચેક કરવામાં આવતી નથી માત્ર પાણીની બોટલ અને અન્ય ચીજવસ્તુઓ બહાર રાખવામાં આવી રહી છે.