અમદાવાદગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને દરેક પક્ષ દ્રારા તનતોડમહેનત કરવામાં આવી હતી. પરંતુ ભાજપ, કોંગ્રેસની સાથે અપક્ષ પણ પોતાનું વર્ચસ્વ ધરાવે છે. અપક્ષ પણ લોકોના દિલમાં રાજ કરે છે અને વિજેતા બને છે.અત્યાર સુધીમાં ગુજરાતમાં ચૂંટણીના (Gujarat Independent Candidate) અડધી સદીના એટલે કે 13 ચૂંટણીના ઇતિહાસમાં 91 અપક્ષ વિજેતા થયા છે. પરંતું એ વાત પણ ખરી છે કે ચૂંટણીમાં અપક્ષ જીતે તો ઓછા પણ હરાવે જાજાને.
ચૂંટણીમાં જીત હાંસલ2017 માં 32 બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ હતા અને 17 બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ જોવા મળી હતી. 2012 માં સૌથી વધુ 104 બેઠકોમાં અપક્ષ ત્રીજા નંબરે જોવા મળી હતી.અત્યાર સુધીના ઇતિહાસમાં એવી એક પણ ચૂંટણી(1962 થી 2017) નથી કે જેમાં અપક્ષ ઉમેદવાર જીત્યો ના હોય. સૌથી વધારે વર્ષ 1995 માં 1619 અપક્ષ ઉમેદવારો ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી. સૌથી ઓછી સીટ મળી હતી તે સમય હતો વર્ષ 2012.પંરતુ વિપક્ષની જમાવટ તો દર ચૂંટણીમાં રહી જ છે.ત્યારે આજ સુધી કોઇ એવી ચૂંટણી વિધાનસભાની નથી થઇ કે જેમાં અપક્ષ ઉમેદવાર ધારાસભ્ય બને જ નહીં.
અપક્ષ ઉમેદવારો મેદાનમાંગુજરાતવિધાનસભાની ચૂંટણીમાં(independent candidate election) છેલ્લી 6 ચૂંટણીમાં 4320 ઉમેદવારો અપક્ષથી લડ્યા હતા. જેમાંથી 27 ઉમેદવારોએ જીત મેળવી હતી. 1995 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઝંપલાવ્યું હતું. ઉમેદવારો 1619 મેદાનમાં આવ્યા હતા જેના કારણે રેકોર્ડબ્રેક નોંધાયો હતો. તેમાંથી 16 ઉમેદવારોએ જીત મેળવી હતી. ત્યાર પછીની દરેક ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની સંખ્યા 1000ની અંદર નોંધાઇ હતી. 1998માં 415 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું હતું. જયારે 2002માં 344 તો 2007માં 480 તો 2012માં 668 અને 2017માં 794 ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. છ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 4320 અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી. 27 અપક્ષ ઉમેદવારો જેમાથી જીત મેળવી હતી.
ખુરશી આજદીન સુધી ખાલી રહી નથી વિધાનસભાના ગૃહમાં આજ સુધી અપક્ષ ઉમેદવારની ખુરશી ખાલી રહી નથી. જેના કારણે આપણે કહી શકીએ છીએ કે અપક્ષ પણ પોતાનું વર્ચસ્વ અને લોકોમાં ચાહના ધરાવે છે. આજ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 2022 અપક્ષમાંથી 624 ઉમેદવારે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. કુલ 7931 અપક્ષ ઉમેદવારોની સંખ્યા ચૂંટણીમાં ઊભા રહ્યા છે. બીજા પક્ષમાંથી નારાજ થયેલા નેતાઓ અપક્ષમાં જઇને ચૂંટણી લડવાની જાહેરાત કરી રહ્યા છે.