ગુજરાત

gujarat

ETV Bharat / state

IND Vs WI ODI Match : ભારતે બીજી વનડેમાં પણ શાનદાર લીડ સાથે જીત, વેસ્ટ ઇન્ડિઝને ધોબી પછાડ - ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટોસ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચમાં (IND Vs WI ODI Match) રસપ્રદ રહી હતી. બીજી વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પુરણે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરી હતી. જેમાં ભારતની નબળી શરૂઆત રહી હતી. પરંતુ બોલરોનો શાનદાર દેખાવ (Appearance of Indian Bowlers) જોવા મળ્યો હતો.

IND Vs WI ODI Match : ભારતે બીજી વનડેમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવી ત્રણ મેચની સિરીઝમાં શાનદાર લીડ મેળવી
IND Vs WI ODI Match : ભારતે બીજી વનડેમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવી ત્રણ મેચની સિરીઝમાં શાનદાર લીડ મેળવી

By

Published : Feb 10, 2022, 8:21 AM IST

અમદાવાદ : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચ રસપ્રદ રહી હતી. બીજી વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પુરણે ટોસ (IND vs WI 2nd Match Toss) જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરી હતી.

ભારતની નબળી શરૂઆત

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Match at Narendra Modi Stadium) ટોસ જીતનારી ટીમ રન ચેઝ કરવાનું પસંદ કરે છે. તે પ્રમાણે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટનનો નિર્ણય સાચો સાબિત થયો હતો. અને ભારતના ટોપ ત્રણ બેટ્સમેન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રિષભ પંત કુલ 43 રનમાં પેવેલિયન ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ કે.એલ.રાહુલ અને સૂર્ય કુમાર યાદવે બાજી સંભાળતા અનુક્રમે 49 અને 64 રન ફટકાર્યા હતા. રાહુલ રન આઉટ થતા સમયાંતરે વિકેટ પડી રહી હતી. જો કે ભારતીય ટીમ પૂરી 50 ઓવર રમી હતી. ટીમ દ્વારા 09 વિકેટ આપીને કુલ 237 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ દ્વારા આ પીચ ઉપર લડત આપી શકાય તેવો ટાર્ગેટ વેસ્ટઇન્ડિઝ સમક્ષ મુકાયો હતો.

વેસ્ટ ઇન્ડિઝની ધીમી શરૂઆત

જીત માટેના 238 રનનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ધીમી શરૂઆત કરી હતી. ઓપનર શાઈ હોપ 54 બોલમાં 27 રન કર્યા હતા. એટલે કે તે 50ના સ્ટ્રાઈક રેટથી રમ્યો હતો. જો કે આ વિકેટ પર ટકીને પાર્ટનરશીપ કરવી એ જ મોટી ચેલેન્જ હતી. પરંતુ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન તે કાર્ય કરી શક્યા નહોતા. કુલ 32 રને ઓપનર બ્રેન્ડન કિંગની વિકેટ પડ્યા બાદ ભારતીય બોલરોએ સમયાંતરે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોની વિકેટ ઝડપી હતી. સમગ્ર ટીમ 45.6 ઓવરમાં 193 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ.

આ પણ વાંચોઃ Tata IPL 2022: અમદાવાદની ટીમનું સત્તાવાર નામ જાહેર, ટીમ આ નામ સાથે મેદાનમાં ઉતરશે

ભારતીય બોલરોનો શાનદાર દેખાવ

ગઈ મેચની જેમ આ મેચમાં પણ ભારતીય બોલરો જ ખરા (Appearance of Indian Bowlers) અર્થમાં મેચ વિનર રહ્યા હતા. આ મેચમાં મેન ઓફ ધ મેચ (Man of the Match 2nd ODI) ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના રહ્યો હતો. તેને કુલ 09 ઓવર નાખી હતી. જેમાં તેણે ફક્ત 12 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. કુલ 09 ઓવર માંથી તેને ત્રણ મેડન ઓવર નાખી હતી. આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝની પહેલી અને છેલ્લી વિકેટ તેને જ લીધી હતી.

ત્રીજી વન-ડે હવે ફોર્માલીટી

ત્રણ મેચની વન ડે સિરીઝ માંથી (IND Vs WI ODI Match Series) ભારતીય ટીમે 2-0 થી સિરીઝમાં અજય લીડ મેળવી છે. આમ ઘર આંગણે ભારતીય ટીમ 2022 ના (IND vs WI ODI 2022) વર્ષમાં સિરીઝની જીતથી શરૂઆત કરી છે. હવે 11 ફેબ્રુઆરી મેચ નંબર ગેમ બની રહેશે. જેમાં ભારત 3-0 થી સિરિઝ જીતે છે કે 2-1થી તે જોવાનું રહેશે. ત્યારબાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રણ ટી20 મેચની સિરીઝ રમવા કોલકાતા જશે.

આ પણ વાંચોઃ IND Vs WI ODI Match : ભારતીય ટીમનાં ચાહકોને સ્ટેડીયમમાં પ્રવેશ ન અપાતા શું આપી પ્રતિક્રિયા, જાણો તે અંગે...

ABOUT THE AUTHOR

...view details