સ્ટેડિયમ ખાતે પોલીસનો કડક બંદોબસ્ત અમદાવાદ:અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત- પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવા જઈ રહી છે. ત્યારે વહેલી સવારથી જ લોકોમાં ઘસારો જોવા મળ્યો હતો અને સવારે સાડા સાત વાગ્યાથી પ્રેક્ષકો સ્ટેડિયમ ખાતે આવી ગયા હતા. લોકોને પ્રવેશ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સ્ટેડિયમની બહાર એક્શન ફોર્સ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ટિકિટ બ્લેક કરતા હોય તેવા અને શંકાના આધારે ત્રણ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.
શું કહ્યું પોલીસ અધિકારીએ:અમદાવાદ ઝોન 3 ના DCP શ્રીપાલ સેશમાં ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાનની મેચને લઈને અમદાવાદ પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સ્ટેડિયમની અંદર અને બહાર થઈને કુલ 10,000 જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સ્ટેડિયમની અંદર 4000 જેટલા પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે ફાળવવામાં આવ્યા છે.
બે જેટલા કેસ નકલી ટિકિટના કેસ: ભારત પાકિસ્તાનની મેચને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે જેટલા કેસ નકલી ટિકિટના કરવામાં આવ્યા છે. ત્યારે બજારમાં હજુ પણ અનેક લોકોએ નકલી ટિકિટ ખરીદી હશે અને સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. ત્યારે આ બાબતે અમદાવાદ પોલીસ દ્વારા ટિકિટ ઇસ્યુ કરનાર ઓથોરિટી સાથે ખાસ કરીને સ્ટેડિયમમાં જ્યાં પ્રવેશ મળે છે ત્યાં જ ખાસ ચેકિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને જો ડુબ્લીકેટ ટિકિટમાં પ્રવેશ કરનાર વ્યક્તિ ઝડપાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અનેક વસ્તુઓ પર પ્રતિબંધ: સ્ટેડિયમની અંદર વસ્તુઓની પ્રતિબંધની વાત કરવામાં આવે તો અનેક વસ્તુઓની પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જેમાં બીડી, સિગરેટ, ગુટકા, પાન મસાલા, મેટલની વસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે પ્રેક્ષકો પોતાની સાથે મોબાઈલ ફોન, કેપ અને જરૂરિયાત દવાઓ જ પોતાની સાથે લઈ જઈ શકશે.
- IND Vs PAK: મેચની ટિકિટનો બ્લેકમાં ભાવ આસમાને, 15થી 25 હજાર સુધીની ટિકિટ ખરીદીને પહોંચ્યા પ્રેક્ષકો
- Ind vs Pak: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, 12.30 વાગ્યે વિશેષ સમારોહ યોજાશે