અમદાવાદ: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાચંક મેચ યોજાવા જઈ રહી છે. સ્ટેડિયમમાં લોકોને પ્રવેશ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. મેચને જોવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે. મોટી સંખ્યામાં ભીડ ભારતીય ટીમને સમર્થન આપવા પહોંચ્યા હતા. ત્યારે સ્ટેડિયમમાં બે પાકિસ્તાની ફેન્સ પાકિસ્તાનને સમર્થન કરવા આવી પહોંચ્યા હતા.
IND Vs PAK: પાકિસ્તાનને સમર્થન આપવા સ્ટેડિયમ પહોંચ્યા બે પાકિસ્તાની ફેન્સ - stock market
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે. ત્યારે સ્ટેડિયમમાં બે પાકિસ્તાની ફેન્સ પાકિસ્તાનને સમર્થન કરવા આવી પહોંચ્યા હતા.
Published : Oct 14, 2023, 11:37 AM IST
|Updated : Oct 14, 2023, 12:29 PM IST
ટેક્સાસના હ્યુસ્ટનના બે યુવકો મોટેરા ખાતે પાકિસ્તાનની ટીમને ઉત્સાહ આપવા માટે ઉઝરોહ અને આસિફ યુએસથી આવ્યા છે. મોટેરા ખાતે વાદળી સમુદ્રમાં અંદર માત્ર બે પાકિસ્તાની સમર્થકો છે.
“જો કે હું મૂળ રામપુર યુપીનો છે, હું આ મેચ માટે પાકિસ્તાનને સમર્થન આપવા અહીં આવ્યો છું.” ઉઝરોહે કહ્યું. ઉઝરોહ અને આસિફના મીડિયાકર્મીઓના ટોળાએ એટલા બધા ફોટા ક્લિક કર્યા કે આસિફે કહ્યું: "મેરી શાદી મેં ભી ઈતની ફોટો નહીં ખીંચી (મારા લગ્નમાં પણ મારા આટલા ફોટોગ્રાફ્સ ક્લિક નહોતા થયા)."