અમદાવાદઃ જો હાર્દિક પંડ્યાની ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 જીતશે તો ભારત 2-1થી સિરીઝ જીતી લેશે. ભારત પાસે ન્યુઝીલેન્ડ સામે સતત ચોથી શ્રેણી જીતવાની તક છે. આ મેચમાં ભારતીય ખેલાડીઓ ઘણા નવા રેકોર્ડ બનાવી શકે છે. સૂર્યકુમાર યાદવ એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડવાની નજીક છે. આ સાથે જ કેપ્ટન હાર્દિક પંડ્યા અને સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ પણ નવા રેકોર્ડ બનાવી શકે છે. આવો જાણીએ મેચમાં કયા કયા રેકોર્ડ બની શકે છે.
સૂર્યા ડિવિલિયર્સનો રેકોર્ડ તોડશે:સૂર્યકુમાર યાદવ પાસે ત્રીજી T20માં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એબી ડિવિલિયર્સનો રેકોર્ડ તોડવાની તક હશે. એબી ડી વિલિયર્સે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 1672 રન બનાવ્યા છે. તે જ સમયે, સૂર્યાએ અત્યાર સુધીમાં 1651 રન બનાવ્યા છે. સૂર્યા 22 રન બનાવતા જ એબીને પાછળ છોડી દેશે. આ સિવાય જો સૂર્યકુમાર યાદવ પોતાની ઈનિંગમાં 6 સિક્સર ફટકારે છે તો તે T20 ઈન્ટરનેશનલમાં કરિયરની 100 સિક્સર પૂરી કરી લેશે. આવું કરનાર તે ભારતનો ત્રીજો અને વિશ્વનો 14મો ક્રિકેટર બનશે.