અમદાવાદ : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તારીખ 1લી ફેબ્રુઆરીએ ટી-20 શ્રેણીની ત્રીજી અને આખરી મેચ રમાવા જઈ રહી છે. આ માટે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા અને સાન્ટનેરના નેતૃત્વ હેઠળની ન્યૂ ઝીલેન્ડની ટીમ આજે અમદાવાદ ખાતે આવી પહોંચશે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમને અમદાવાદમાં આ વખતે અલગ-અલગ હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. બંને ટીમ મુકાબલા અગાઉ તારીખ 31મી જાન્યુઆરીને મંગળવારે પ્રેક્ટિસ કરે તેવી શક્યતા છે.
આ પણ વાંચો :WOMEN S U19 T20 World Cup: જીત પર ભારતીય ટીમ માટે 5 કરોડ રૂપિયાની જાહેરાત
ટી-20ની ટિકિટનું વેચાણ : એક લાખ દસ હજા૨ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-ન્યૂઝીલેન્ડની ટી-20ની ટિકિટનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. જોકે ગુજરાતમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી હોવાથી ટી-20 મેચની ટિકિટ વેચાણ અગાઉની તુલનામાં ઓછું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અત્યાર સુધીમાં વેચાણ માટે મુકાયેલી ટિકિટોમાંથી માત્ર અડધી જ વેચાઈ છે. જોકે હવે છેલ્લા એકાદ-બે દિવસમાં વેચાણમાં વધારાની રાજ્જતા જેવામાં આવી રહી છે. સ્ટેડિયમ પર તેમજ ઓનલાઈન પણ ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે. જોકે કોર્પોરેટ બોક્સનું વેચાણ ખુબ જ ઓછું છે.