અમદાવાદ: ગુજરાતમાં લોકશાહીનો સૌથી મોટો તહેવાર(The biggest festival of democracy) ઉજવાઈ રહ્યો છે. તમામ રાજકીયપાર્ટીઓ દ્વારા પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના દિગ્ગજ નેતાઓને મેદાન ઉતારી દીધા છે. ત્યારે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને એક અવસર તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને અવસર તરીકે ઉજવવા માટે અમદાવાદ ખાતે ગુજરાતની ઝાંખી કરાવતું 'ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ ફોટો એક્ઝિબિશનનું('Incredible Inc, Incredible Legacy Photo exhibition) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની ચૂંટણીના ઇતિહાસ અને પરંપરાઓને(Gujarat election history and traditions) તસવીરોમાં દર્શાવવામાં આવી છે.
1885ની 15મી ઑગસ્ટે અમદાવાદ શહેરમાં ગુજરાતની સર્વપ્રથમ ચૂંટણી યોજાઈ ઇતિહાસ અને પરંપરાઓને દર્શાવતી તસવીરો: રાજ્યના નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહી છે. મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત તથા રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાત દ્વારા આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણીને લોકશાહીના અવસર તરીકે ઊજવતા ગુજરાતીઓની ઝાંખી જોવા મળી રહી છે.અમદાવાદ અને ગુજરાતની ચૂંટણીઓના ઇતિહાસ અને પરંપરાઓને દર્શાવતી તસવીરોમાં ગુજરાતીઓનો મતાધિકાર માટેનો ઉત્સાહ ઝળકે છે. આ એક્ઝિબિશન નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ વધારે એવી અનેક તસવીરોથી મુકવામાં આવી છે.
પ્રથમ ચૂંટણીની અલભ્ય તસવીરો ચૂંટણી અંગેના દસ્તાવેજની ઝલક: ઇતિહાસકાર રિઝવાન કાદરી જણાવ્યુ હતું કે ગુજરાતમાં એમાંય ખાસ તો સૌથી પહેલાં અમદાવાદમાં મતાધિકારનો ઇતિહાસ કઈ રીતે ઉદભવ્યો અને આગળ વધ્યો તેની ઝલક આ એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવી છે. અમદાવાદનો ઇતિહાસ રહ્યો છે કે આ શહેરના નાગરિકોએ સામેથી કર આપવાનું સ્વીકારીને સ્થાનિક સ્વશાસનની સંસ્થાનો પાયો નાખ્યો છે. 1874માં નાગરિકોએ સામેથી ચૂંટણી કરાવવાની માગણી કરી હતી. એ વખતે માગણી નકારવામાં આવી હતી.પરંતુ 1885ની 15મી ઑગસ્ટે અમદાવાદ શહેરમાં ગુજરાતની સર્વપ્રથમ ચૂંટણી યોજાઈ હતી. સાત વોર્ડની 14 બેઠકો માટે યોજાયેલીએ ચૂંટણીમાં 1914 મતદારોના મત માન્ય ઠર્યા હતા. એ ચૂંટણી અંગેના દસ્તાવેજની ઝલક પણ આ એક્ઝિબિશનમાં માણી શકાશે. દેશની સર્વપ્રથમ ચૂંટણી વખતે નાગરિકોની સમજ માટે તૈયાર કરવામાં આવેલી પુસ્તિકાનાં પાનાં પણ આ એક્ઝિબિશનમાં રજૂ કરાવામાં આવ્યા છે.
નાગરિકોએ સામેથી કર આપવાનું સ્વીકારીને સ્થાનિક સ્વશાસનની સંસ્થાનો પાયો નાખ્યો પ્રથમ ચૂંટણીની અલભ્ય તસવીરો:સૌથી પહેલી ચૂંટણીના ઇતિહાસથી લઈને વર્ષ 1962માં થયેલી ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણીની અલભ્ય તસવીરો પણ આ એક્ઝિબિશનમાં મૂકવામાં આવી છે. એક્ઝિબિશન અમદાવાદ કોર્પોરેશનના સરદાર પટેલ ભવન ખાતે 30મી નવેમ્બર, 2022 સુધી નાગરિકો માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. આ એકઝીબિશેન સવારના 11.00થી સાંજના 5.00 સુધી ખુલ્લું રહેશે.
ચૂંટણી અંગેના દસ્તાવેજની ઝલક