ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં કોરોનાથી બાળકોને કઈ રીતે બચાવશોઃ જાણો નિષ્ણાંત પાસે - The second wave of corona in the state

રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેરની શરૂઆત થઈ છે, ત્યારે અમદાવાદમાં પણ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો છેલ્લા કેટલાક દિવસથી બાળકોના કોરોનાથી મોતના કિસ્સા સામે આવ્યા રહ્યા છે. ત્યારે બાળકોને કેવી રીતે બચાવવા નિષ્ણાંત પાસેથી જાણો..

કોરોના સંક્રમણને કારણે બાળકોના મૃત્યુ આંકમાં વધારો
કોરોના સંક્રમણને કારણે બાળકોના મૃત્યુ આંકમાં વધારો

By

Published : Apr 6, 2021, 8:08 PM IST

  • બાળકોમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો
  • રાજ્યમાં 3 બાળકોના કોરોનાના કારણે મૃત્યુ
  • બાળકોમાં કોરોનાના કારણે મોતના કિસ્સાઓ આવ્યા સામે

અમદાવાદઃ શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે, ત્યારે બીજી લહેરના કોરોનાના લક્ષણો છે તે ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યા છે, અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાથી બાળકોના મૃત્યુના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે, બાળકોમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતા સૌથી વધારે રહેતી હોય છે એટલે જ વારંવાર ડૉક્ટરો પણ સલાહ આપતા હોય છે કે બાળકોને બને ત્યાં સુધી ઘરેથી બહારનાં કાઢવા જોઈએ અને તમામ પ્રિકોશન લેવા જરૂરી બની રહે છે.

ગુજરાતમાં કોરોનાથી બાળકોને કઈ રીતે બચાવશોઃ જાણો નિષ્ણાંત પાસે

આ પણ વાંચો ક્રૂર કોરોના: સુરતમાં 13 વર્ષના બાળકનો લીધો ભોગ, 5 કલાકની સારવાર બાદ મોત

કોરોના સંક્રમણને કારણે બાળકોના મૃત્યુ કેસમાં વધારો

કોરોના કેસ ફરી વખત વધી રહ્યા છે, ત્યારે કોરોનાના કેસને લઇને બાળકોના મૃત્યુના કેસ વધી રહ્યા છે, ત્યારે બાળકોમાં જે રીતે કોરોના લક્ષણો છે. તે સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન હોય તે પ્રકારના જોવા મળી રહ્યા છે અને બાળકોમાં તાવ આવવો શરદી, ઠંડી સહિતના લક્ષણો બાળકોમાં જોવા મળી રહ્યા છે તો બીજી તરફ 3થી 4 દિવસ સુધી બાળકોને તાવના ઉતરતો ન હોય તો ડૉક્ટરની સલાહ લેવી પણ ખૂબ જ આવશ્યક બની રહે છે કારણ કે, સુરતનો એક કિસ્સો સામે આવ્યો કે, કોઈપણ કોરોનાના લક્ષણ વગર જ 13 વર્ષના બાળકનું કોરોનાના લીધે મોત થયું છે, ત્યારે આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે માતા-પિતાએ બાળકોને કોરોનાના લક્ષણો જણાવી તેની સાથે ચર્ચા કરી અને કોરોના વિશેની તમામ માહિતીથી માહિતગાર કરવા તે પણ ખૂબ જ આવશ્યક બની રહે છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોના કેસમાં 24 કલાક દરમિયાન 13 લોકોના મોત

બાળકોમાં કોરોનાના નવા લક્ષણો પણ મળ્યા છે જોવા

કેટલાક કિસ્સાઓમાં બાળકોને પેટમાં દુખાવો થવાની પણ ફરિયાદ કોરોનાના લક્ષણોમાં કહી શકાય કારણ કે જે રીતે કોરોનાના લક્ષણો છે તે કોઈ જ નક્કી નથી દરેક વ્યક્તિને અલગ-અલગ પ્રકારની તકલીફ પડતી હોય ત્યારે બાળકોમાં પણ કોરોના વધુ અસરકારક બની રહ્યો છે ત્યારે માતા-પિતા એ ખુબ જ ધ્યાન રાખવુ જરૂરી બન્યું છે કારણ કે તે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને ગત વર્ષે જે પ્રકારની સાવચેતી તમામ લોકો રાખતા તે જ પ્રકારની સાવચેતી રાખવી હાલના સમયમાં પણ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details