અમદાવાદઃ ગુજરાત રાજ્યમા ચાલુ વર્ષે ચોમાસુ સારુ રહેતાં ધરતીપુત્રોએ ખરીફ સિઝનમાં વાવેતર પૂર્ણ કર્યું છે. અમદાવાદ જિલ્લામાં ચાલુ વર્ષે ડાંગરના વાવેતરમાં 11,305 હેક્ટરનો વધારો થયો છે. જિલ્લામાં કુલ 3,9,602 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે.
અમદાવાદ જિલ્લામાં ડાંગરના વાવેતર વિસ્તારમાં 11,305 હેક્ટરનો વધારો
ગુજરાતમાં ચાલુ વર્ષે સારો એવો વરસાદ નોંધાયો છે. શ્રાવણ અને ભાદરવા મહિનામાં સમગ્ર ગુજરાતમાં અનારાધાર વરસાદ વરસ્યો છે. જેના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ છે. તેમા પણ ખાસ કરીને ડાંગરની વાવણી કરનારા ખેડૂતો વધુ ખુશ જોવા મળી રહ્યા છે.
આ વાવેતરમાંથી 1,32,795 હેક્ટરમાં ડાંગરનું વાવેતર છે. જો કે, વધુ વરસાદના કારણે કપાસ, એરંડા અને કઠોળના પાકનું વાવેતર બળી ગયું છે. જિલ્લાના સાણંદ તાલુકામાં ડાંગરનું સૌથી વધુ વાવેતર નોંધાયું છે.
સાણંદ તાલુકામાં 41,430 હેકટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું છે. બીજા ક્રમે ધોળકા તાલુકામાં 34,100 હેકટર વિસ્તારમાં, જ્યારે ત્રીજા ક્રમે બાવળા તાલુકામાં 28,390 હેકટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું છે. આ ઉપરાંત દસક્રોઇ તાલુકામાં 23,200 અને વિરમગામ તાલુકામાં 5,675 હેકટર વિસ્તારમાં ડાંગરની વાવણી થઈ છે.