અમદાવાદ: રાજ્યના ઘણા શહેરમાં છેલ્લા બે દિવસથી ગરમીનું(Rising temperature in Gujarat)તાપમાન 41 ડિગ્રી પર પહોંચ્યું છે. ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેરમાં રોગચાળાના કેસપણ (Increase disease in Ahmedabad)ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.
મચ્છરજન્ય રોગોમાં ઉછાળો -અમદાવાદશહેરમાં મચ્છરજન્ય રોગનું પ્રમાણ ગત( Mosquito and water borne diseases) માસ કરતા વધારે કેસ જોવા મળી રહ્યા છે. જેમાં સાદા મેલેરિયાના કેસોમાં 22 કેસ, ઝેરી મેલેરિયા કેસમાં, 3 ડેન્ગ્યુના કેસ 32 અને ચિકનગુનિયા કેસ 97 જેટલા કેસ નોંધાયા છે. માર્ચ મહિના 2022 સુધીમાં 46,752 જેટલા લોહીના નમુનાની તપાસ કરવામાં આવી રહી છે. જયારે ડેન્ગ્યુના 913 સિરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.