ગુજરાત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 159માં ઇન્કમટેક્ષ દિવસની ઉજવણી અમદાવાદના દિનેશ હોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ કેટેગરીમાં વિજેતા થયેલા ઇન્કમટેક્સ અધિકારીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત પણ કર્યા હતા.
અમદાવાદમાં 159માં ઇન્કમટેક્સ દિવસની ઉજવણી, CM રૂપાણી રહ્યા ઉપસ્થિત - CM રુપાણી
અમદાવાદ: ગુજરાતના અમદાવાદ શહેરમાં 159માં ઇન્કમટેક્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.
Ahmadabad
આ પ્રસંગે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ષોથી ટેક્સ ભરતા અને દેશની ભાગીદારીમાં પોતાનો હિસ્સો સ્વૈચ્છિક અને સદાય ઇન્કમટેક્સ દ્વારા આપતા ખાસ મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત CM વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને ટેક્સના મામલે પણ અગ્રેસર જણાવ્યું હતું અને એક્સ પી કરતા દરેક દેશવાસીઓ અને ગુજરાતીઓને તેમના સરકાર બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે ઉપસ્થિત તમામ ઇન્કમટેક્સ અધિકારીઓને 159માં ઇન્કમટેક્સ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.