અમદાવાદચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપ એચીચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરી રહી છે. તેવામાં હવે આજે ભાજપના સ્ટાર પ્રચારકો (Campaign for Gujarat Election 2022) રાજ્યભરમાં સભા ગજવી પાર્ટી માટે વોટ માગશે. તો કયા પ્રચારક (BJP Star Campaigners Campaign for Gujarat) ક્યાં સભા સંબોધશે જોઈએ.
વડાપ્રધાનના કાર્યક્રમવડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે બીજા દિવસે બપોરે 12.15 વાગ્યે પાલીતાણામાં, બપોરે 2.45 વાગ્યે અંજારમાં રાધે રિસોર્ટની સામે, બપોરે 4.30 વાગ્યે જામનગરમાં અને સાંજે 6.30 વાગ્યે રાજકોટમાં સભા સંબોધશે.
કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીકેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની (Smriti Irani Union Minister) પણ ગુજરાત પ્રચાર અભિયાનમાં જોડાયાં છે. તેઓ આજે બપોરે 1.30 વાગ્યે મહેસાણા જિલ્લામાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહૉલ ખાતે મહિલા મોરચા સંમેલનને સંબોધશે. ત્યારબાદ તેઓ સાંજે 6 વાગ્યે ગાંધીનગરમાં ઉવારસદ ગામની ભાગોળે અને રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં GB શાહ કૉલેજની પાછળ પોપ્યુલર વ્હીલર ચાર રસ્તા ખાતે જાહેરસભા સંબોધશે.
કેન્દ્રિય ગૃહપ્રધાનકેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Home Minister) રાજ્યમાં 4 સભા ગજવશે. તેઓ સવારે 10 વાગ્યે મહેસાણામાં આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ ખાતે (Mehsana Arts and Science College) ખેરાલુ વિધાનસભા બેઠક માટે, બપોરે 12 વાગ્યે વડોદરામાં ભાટિયા ગ્રાઉન્ડ ખાતે સાવલી વિધાનસભા માટે, બપોરે 2 વાગ્યે અરવલ્લી જિલ્લામાં આર. જી. બારોટ બી. એડ કૉલેજમાં ભિલોડા વિધાનસભા માટે અને રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં નવા વાડજના વ્યાસવાડી ચાર રસ્તા ખાતે નારણપુરા વિધાનસભા બેઠક માટે જાહેરસભા ગજવશે.