અમદાવાદના ઈતિહાસમાં પ્રથમવાર નામ વગરના બ્રિજનું ઉદ્ઘાટન થશે - Incometex
અમદાવાદ: શહેરમાં 3 જુલાઈના રોજ ઇન્કમટેક્સ પાસે આવેલા બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવશે. ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આ બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવશે. ત્યારે આ બ્રિજને કોઈ નામ આપવામાં આવ્યું નથી. શહેરના ઇતિહાસમાં પ્રથમ બનાવ છે જેમાં બ્રિજનું ઉદ્ઘાટન થશે, પરંતુ એનું કોઈ નામ નથી.
વિપક્ષ નેતા દિનેશ શર્મા
વિપક્ષ નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે સત્યાગ્રહના ભાગરૂપે જે દાંડીયાત્રા મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી. એ જ રસ્તા પર જ્યારે ફ્લાયઓવર બનતો હોય ત્યારે કોંગ્રેસ દ્વારા બ્રિજનું નામ દાંડી માર્ચ કરવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી કોઈ નામ રાખવામાં આવ્યું નથી જે આશ્ચર્યજનક બાબત છે.