રબારી કોલોની પાસે આવેલા ABC કોમ્પલેક્ષ ખાતે ભારતીય જનતા પાર્ટીના અમરાઈવાડી વિધાનસભાના ઉમેદવાર પટેલ જગદીશભાઈના મધ્યસ્થ કાર્યાલયનો રાજ્યના નાયબ મુખ્યપ્રધાનના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
અમરાઈવાડી ખાતે નાયબ મુખ્યપ્રધાનના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ - ભાજપના કાર્યકર્તાઓ રહ્યા હાજર
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના અમરાઈવાડી વિધાનસભાના ઉમેદવાર પટેલ જગદીશભાઈના મધ્યસત્ર ચૂંટણી કાર્યાલયનું રબારી કોલોની પાસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ, સમર્થકો તેમજ શુભેચ્છકોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
અમરાઈવાડી ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું શુભારંભ
જેમાં ઉદ્ઘાઘાટક તરીકે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુ અને પ્રભારી આઈ.કે.જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. તદઉપરાંત અતિથિવિશેષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્મા, કમલેશ પટેલ તેમજ કિરીટ સોલંકી વગેરે પણ હાજર રહ્યા હતાં. આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ પ્રભારી અને પ્રમુખો પણ હાજર રહ્યા હતાં.