ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરમગામમાં લાઈસન્સ વગરની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો - ગેરકાયદેસર હથિયાર

વિરમગામમાં લાઈસન્સ વગરની બંદૂક લઈને શિકાર કરવા નીકળેલા શખસની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે નગાસર નર્મદાની મુખ્ય કેનાલ પાસેથી આરોપી રમજાનગુલાબ નુરાભાઈ સિંધી (ડફેર)ને ઝડપી પાડ્યો હતો.

વિરમગામમાં લાઈસન્સ વગરની બંદૂક સાથે એક શખસ ઝડપાયો
વિરમગામમાં લાઈસન્સ વગરની બંદૂક સાથે એક શખસ ઝડપાયો

By

Published : Oct 20, 2020, 8:05 PM IST

અમદાવાદ ગ્રામ્ય SOG ટીમે (રંગપુર) પાસેથી શિકાર કરવા નીકળી શખ્સનેે ઝડપી પાડયો

• પોલીસે બંદૂક, છરા, ગન પાવડર સાથે 5 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

• ડફેર પાસેથી હતી લાઈસન્સ વિનાની બંદૂક

વિરમગામઃ અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે નગાસર (રંગપુર) નર્મદાની મુખ્ય કેનાલ પાસેથી લાઈસન્સ વગરની બંદૂક લઈને શિકાર કરવા નીકળેલા શખસને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી બંદૂક, છરા, ગન પાવડર સાથે રૂ. 5 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમદાવાદ રેન્જ આઈજી કે. જી. ભાટી, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવની સંયુક્ત સૂચનાને ધ્યાનમાં લઈ SOGની ટીમ વિરમગામ ગ્રામ્ય વિસ્તારમાં કામગીરીમાં હતી. ખાનગી બાતમીના આધારે નગાસર (રંગપુર) પાસેથી નર્મદાની મુખ્ય કેનાલની આસપાસ લાઈસન્સ વિનાની બંદૂક સાથે શિકાર કરવા નીકળેલા શખ્સને ઝડપી લીધો હતો. તેની વધુ પૂછપરછ કરતા તેનું નામ રમજાનગુલાબ નુરાભાઈ સિંધી હોવાનું જણાયું હતું, જે ભડાણાનો રહેવાસી છે. વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશને આરોપી સામે ગુનો નોંધ્યો છે.

ABOUT THE AUTHOR

...view details