અમદાવાદ: અનલોક-2નો સમયગાળો પૂરો થયા બાદ તંત્ર દ્વારા નવી ગાઈડલાઈન લાગું કરવામાં આવી છે. જેમાં ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવાની શરતે જીમ ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે.
આ અંગે વાત કરતાં લાઇફ ફિટનેસ પોઇન્ટના ઓનર અલ્પેશ શાહે જણાવ્યું હતું કે, લોકડાઉન 23 માર્ચથી લાગુ કરવામાં આવ્યું હતું. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18 માર્ચથી જ જીમ બંધ કરવાની સૂચના મળી હતી.
અમદાવાદના મોટાભાગના જીમ ઓનર દ્વારા આવેદનપત્રો જૂન મહિનાથી આપવામાં આવ્યા હતા. જેના પગલે પાંચ ઓગસ્ટે જીમ શરૂ કરવાની વાત અનલોક-3માં કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે જીમ ખોલવાની વાત છે, ત્યારે માસ્ક પહેરીને એક્સરસાઇઝ કરવી શક્ય નથી અને તેના માટે જ જિંદા મેમ્બરોને બોલાવતા પહેલા અમે થોડા દિવસ માટે ડાયલ લઇશું કે કેવા પ્રકારે જેમ ચાલુ કરવું અને કેટલા મેમ્બરોને બોલાવવા. કારણ કે, લોકડાઉન પહેલા એક સાથે 200 લોકો જીમમાં સવાર-સાંજ આવતા હતા. પરંતુ હવે આટલા બધા લોકો એકસાથે ભેગા થઈ શકશે નહીં અને તે માટે જ રાજ્ય સરકારની જે પ્રમાણે ગાઈડલાઈન આવે તે પછી અમે વિચારીને સોશિયલ ડિસ્ટન્સ સાથે મશીન મૂકવાનો નિર્ણય કરીશું.
અનલોક 3ની ગાઈડલાઈનમાં ક્યારે ખુલવાની વાત છે, ત્યારે જાણો કેવા પરિકોશન્સ સાથે ખૂલશે જીમ... નારણપુરાના અંકુર ખાતે આવેલા સિલ્વર લાઈવ જેમના ઓનર જસપાલ ચાવડા જણાવે છે કે, આખરે જ્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા 5મી ઓગસ્ટે જીમ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે,ત્યારે અમે રાજ્ય સરકારની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસની રાહ જોઈ રહ્યા છે અને તે આવ્યા પછી અમે જીમ કેવી રીતે અને કેટલા મેમ્બર્સ સાથે શરૂ કરવું તે ખબર પડશે.
હાલ તો, જે પ્રમાણે કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન છે તે પ્રમાણે દરેક મેમ્બરનું થર્મલથી ચેકિંગ કરવું, સેનીટાઇઝરની વ્યવસ્થા રાખવી તેમજ દરેક મશીનની વચ્ચે ડિસ્ટન્સ રાખવું. આ જે ખાસ બાબત બની ગઈ છે તેનું અમે ધ્યાન રાખવાના છે. તેમજ બધા જ મેમ્બર્સને એક સાથે અમે બોલાવવાના નથી. દરેક મેમ્બરને સ્લોટ આપવામાં આવશે અને એ સ્લોટ પછી બધા જ મશીનો સેનીટાઇઝ કરવામાં આવશે.