રાજદ્રોહ કેસની સુનાવણી દરમિયાન પાટીદાર નેતા દિનેશ ભામણીયા, અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દિનેશ ભામણીયાએ કેસમાંથી મુકત થવા દાખલ કરેલી અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતા તેને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરાઈ હતી જે હાલ પેન્ડિંગ છે.
રાજદ્રોહ કેસમાં પ્રથમ સાક્ષીની જુબાની લેવાઈ, પુરાવા રજૂ કરાયા - sedition case
અમદાવાદ: વર્ષ 2015 પાટીદાર અનામત આંદોલન સમયે થયેલી હિંસા બાદ રાજ્ય સરકાર દ્વારા કેટલાક પાટીદાર નેતાઓ પર લગાવવામાં આવેલા રાજદ્રોહ કેસમાં બુધવારે અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં પ્રથમ સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. ઓન-સ્પોટ પુરાવવા પણ કોર્ટમાં રજૂ કરાયા હતા.
ગત સુનાવણી દરમિયાન સતત ગેરહાજર રહેતા અલ્પેશ કથીરિયા કોર્ટમાં હાજર રહેતા સેશન્સ કોર્ટે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ્દ કર્યુ હતું. રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ કોર્ટે ચાર્જફ્રેમ કર્યા બાદ ટ્રાયલ શરૂ કરી હતી. જેમાં નિવેદન માટે કોર્ટે બંનેને સમન્સ જારી કર્યા હતા. જો કે સમયસર હાજર ન રહેતા કોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું છે.
અગાઉ કોર્ટે બંને વિરૂધ જામીનપાત્ર વોરન્ટ કાઢવામાં આવ્યું હતું. 20મી નવેમ્બર 2018ના રોજ કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ ચાર્જફેમ દાખલ કરવામાં આવ્યો હતો. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, કેસની ટ્રાયલને લંબાવવા માટે આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થતાં નથી. વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ ફાટી નીકળેલી હિંસામાં જાહેર સંપતિને થયેલા નુકસાન મામલે હાર્દિક સહિત પાટીદાર બંધુઓ પર રાજદ્રોહ કેસ લાદવામાં આવ્યો હતો.