પાછલા 4 દિવસમાં અમદાવાદમાં 50 ટકા કેસ રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં નોંધાયા - એએમસી
અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 2543 પહોંચી ગઈ છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 48માંથી 6 વોર્ડને રેડ ઝોન જાહેર કરાયા છે. પરંતુ પાછલાં 4 દિવસમાં રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં કોરોનાના 50 ટકા કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદઃ અમદાવાદમાં વધુ કોરોના પોઝિટિવ કેસને લીધે 6 વોર્ડને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ ઝોન જાહેર કરાયાં હતાં. જોકે પાછલાં 4 દિવસ એટલે કે 25મી અને 28મી એપ્રિલના આંકડા મુજબ 50 ટકા કેસ રેડ ઝોન - કન્ટેનમેન્ટ વિસ્તાર બહારના હોવાનું સામે આવ્યું છે. પાછલા ચાર દંવસમાં અમદાવાદમાં કુલ 721કોરોના પોઝંટંવ કેસ નોંધાયા છે જે પૈકી 364 જેટલા કેસ રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં નોંધવામાં આવ્યાં છે. આ આંકડાકીય ટ્રેન્ડ પ્રમાણે કોરોનાનો વ્યાપ શહેરના અન્ય વિસ્તારોમાં પણ વધ્યો હોવાનું સામે આવ્યું છે. અમ્યુકો દ્વારા બહેરામપુરા, દાણીલીમડા, જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુરને રેડ ઝોન જાહેર કરાયા હતાં. આ પહેલાં કોર્પોરેશન દ્વારા આ વિસ્તારોને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરાયાં હતાં.