અરજદારના વકીલ ઈમ્તિયાઝ ખાને જણાવ્યું હતું કે, તપાસ યોગ્ય ન થઈ હોવાથી ફરીવાર કેસની તપાસ કરવામાં આવે તેવી અરજી મેટ્રો કૉર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેને કૉર્ટે માન્ય રાખી હતી. પરંતુ ત્યારબાદ કોર્ટે તપાસ અધિકારીને બે વાર રિપોર્ટ રજૂ કરવા માટે 90 દિવસનો સમય આપ્યો હોવા છતાં તેમણે સહયોગ ન આપતા PI વિરુદ્ધ બેલેબલ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.
છેતરપીંડી કેસમાં ગાયકવાડ પોલીસ સ્ટેશન PI સહયોગ ન કરતા મેટ્રો કોર્ટે નોટીસ ફટકારી વોરંટ બાદ પણ રિપોર્ટ રજૂ કરવા મુદ્દે કોર્ટને સહયોગ ન કરતા પીઆઇ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો હતો. મુદત દરમિયાન પીઆઇ હાજર ન રહેતા કન્ટેમ્પટ પિટિશન દાખલ કરવામાં આવી હતી.
આ સમગ્ર બનાવની વિગત એવી છે કે, વર્ષ 2014માં શાઇરા બુખારી નામની મહિલાને ફોન આવે છે કે, તમે આઈડિયાના લકી ગ્રાહક હોવાથી 25 લાખનું ઇનામ લાગ્યું છે અને તેને મેળવવા માટે પ્રક્રિયાના ભાગરૂપે અલગ અલગ ટુકડામાં પૈસા પડાવી કુલ 4.57 લાખની છેતરપિંડી આચરાવામાં આવી હતી. જેમાં પોલીસે યોગ્ય તપાસ અને સહયોગ ન કરતા મેટ્રો કોર્ટમાં કન્ટેમ્પટ પિટિશન દાખલ કરાતા કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, FIRમાં કેસ 22 આરોપીઓના નામ દાખલ કરાયા છે. જો કે 5 વર્ષ જેટલો લાંબોગાળો વીતી ગયો હોવા છતાં માત્ર 6 આરોપીની જ ધરપકડ કરવામાં આવી છે.