ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ : સોલા સિવિલમાં 450 વ્યક્તિઓએ કોરોના વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ મેળવ્યો : નીતિન પટેલ - કોરોના વેક્સિન ટ્રાયલ

કોરોનાકાળ દરમિયાન અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની કામગીરી વિશે સંતોષ વ્યક્ત કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, કોરોનાકાળમાં સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. પ્રથમ ટ્રાયલ અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં 450 જેટલા વ્યક્તિઓને વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જેમાંથી એક પણ વ્યક્તિને વેક્સિન ટ્રાયલની આડઅસર થવાનો કેસ નોંધાયો નથી.

અમદાવાદ : સોલા સિવિલમાં 450 વ્યક્તિઓએ કોરોના વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ મેળવ્યો : નીતિન પટેલ
અમદાવાદ : સોલા સિવિલમાં 450 વ્યક્તિઓએ કોરોના વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ મેળવ્યો : નીતિન પટેલ

By

Published : Dec 18, 2020, 4:54 PM IST

  • સોલા સિવિલ હોસ્પિટલની કોરોના કામગીરીનો ચિતાર રજૂ કરતા નીતિનપટેલ
  • સોલા સિવિલમાં 450 વ્યક્તિઓએ કોરોના વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ મેળવ્યો
  • વેક્સિન ટ્રાયલનો એક પણ આડઅસરનો કેસ નોંધાયો નથી

અમદાવાદ : કોરોનાકાળ દરમિયાન અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની કામગીરી વિશે સંતોષ વ્યક્ત કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યુ કે, કોરોનાકાળમાં સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, કોરોનાકાળમાં સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા આરોગ્યને લગતી તમામ પ્રકારની કામગીરી સુચારૂ પણે સંચાલન કરવામાં આવી છે. રાજ્યની કોઇ પણ સરકારી હોસ્પિટલને આરોગ્ય સેવાઓને લગતી જરૂરિયાત ત્વરિત સંતોષવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટર, ઓક્સિજન ટેન્ક સહિતના કોઇપણ પ્રકારની ઉપકરણની જરૂરિયાત ઉભી થઇ હોય તેને જલ્દીથી જલ્દી આરોગ્ય વિભાગ તરફથી દર્દીઓની સારવાર અર્થે ઉપલ્બધ કરાવવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં આ તમામ સુવિધાઓના કારણે જ અને આરોગ્ય વિભાગના સંકલનથી મોટા પ્રમાણમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ શ્રેષ્ઠ સારવાર મેળવીને સ્વગૃહે પરત ફર્યા છે.

અમદાવાદ : સોલા સિવિલમાં 450 વ્યક્તિઓએ કોરોના વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ મેળવ્યો : નીતિન પટેલ

કોરોનાકાળમાં આજ દિન સુધી 14,223 દર્દીઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ

નાયબ મુખ્યપ્રધાને વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, સોલા સિવિલ હોસ્પિટલમા કોરોનાકાળમાં આજ દિન સુધી 14,223 દર્દીઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા છે. જેમાંથી 13 હજારથી પણ વધુ દર્દીઓ સંપૂર્ણ પણે સ્વસ્થ થઇને પોતાના ઘરે પરત ફર્યા છે. આ 14,223 દર્દીઓમાંથી 12,722 દર્દીઓના કોરોના ટેસ્ટિંગ માટે સેમ્પલ લઇને RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 6640 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. આ પોઝિટિવ આવેલા દર્દીઓમાંથી મોટાભાગના દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી સંપૂર્ણપણે સાજા થઇ પોતાના ઘરે પરત ફર્યા છે.

પ્રથમ ટ્રાયલ અર્થે 500 વેક્સિનના ડોઝ સોલા સિવિલમાં મોકલવામાં આવ્યા

સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળ દરમિયાન વેન્ટીલેટરથી લઇને તમામ પ્રકારના અત્યાધુનિક ઉપકરણો, તેમજ અન્ય પ્રકારની સ્વાસ્થ્ય સારવારને લગતી તમામ જરૂરિયાત સંતોષવામાં આવી છે. ભારત બાયો ટેક કંપની દ્વારા બનેલ કોરોના વેક્સિનની ટ્રાયલ વિશે નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે કહ્યું કે, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલને ભારત બાયો ટેક કંપનીમાંથી બનેલ કોરોના વેક્સિનની ટ્રાયલ માટે પસંદગી કરવામાં આવી છે. પ્રથમ ટ્રાયલ અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં 500 વેક્સિનના ડોઝ મોકલવામાં આવ્યા હતા. સ્વંયભુ વેક્સિન ટ્રાયલ લેવા ઇચ્છતા સંપૂર્પણે સ્વસ્થય વ્યક્તિઓ, યુવાનોને આ વેક્સિન ટ્રાયલની પ્રથમિક પ્રસંદગી કરવામાં આવી હતી. જેમાંથી 450 જેટલા વ્યક્તિઓને વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
આ 450 વ્યક્તિઓમાંથી એક પણ વ્યક્તિને વેક્સિન ટ્રાયલની આડઅસર થવાનો કેસ નોંધાયો નથી.

ABOUT THE AUTHOR

...view details