- પર્વ શાહ (Parv Shah) ને આજે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
- શિવરંજની હિટ એન્ડ રન કેસ (Hit and Run Case)
- આ અંગેની સુનાવણી સેશન્સ કોર્ટમાં હાથ ધરવામાં આવશે
અમદાવાદ : શિવરંજની હિટ એન્ડ રન કેસ (Hit and Run Case)માં રિમાન્ડ બાદ પર્વ શાહ (Parv Shah)ને આજે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ગુરૂવારે તેને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. વધુમાં જ્યુડિશિયલ કસ્ટડી બાદ આ અંગેની સુનાવણી સેશન્સ કોર્ટમાં હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે, ગઈકાલે આ કેસમાં પર્વ શાહને મીરજાપુર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ લેવા માટે કોર્ટને રજૂઆત કરી હતી, પરંતુ કોર્ટે માત્ર એક દિવસના એટલે કે ગુરૂવારે 1 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ પણ વાંચો :અમદાવાદના ચર્ચિત હિટ એન્ડ રન કેસમાં આવ્યો નવો વળાંક
આ કેસ સેસન્સ કોર્ટમાં ચલાવવામાં આવશે
મહત્વનું છે કે, ગઈકાલે કોર્ટે નોંધ્યું હતું કે પર્વ શાહ ઉપર 304 ની કલમ ગેરઈરાદાથી થયેલી હત્યા માટેની જોગવાઈ છે તે દાખલ થવી જોઈએ. આ એક બિનજામીન કેસ છે. જેમાં 10 વર્ષ સુધીની કેદની જોગવાઈ છ, અથવા આર્થિક દંડની પણ જોગવાઈ છે. આજે આ ગુન્હો દાખલ કરી તેને જ્યુડિશિયલ કસ્ટડી માટે મોકલી આપવામાં આવ્યો છે. આગામી સમયમાં આ કેસ સેસન્સ કોર્ટમાં ચલાવવામાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદમાં હિટ એન્ડ રન કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો, એક દિવસના રિમાન્ડ મંજૂર