ગુજરાત

gujarat

ETV Bharat / state

SBI 9,000 જગ્યાઓ માટે હાથ ધરશે ભરતી પ્રક્રિયા - Gujarati News

મુંબઈઃ બેંકમાં નોકરી કરવાની ઈચ્છા હોય તો હવે તમારી ઈચ્છા પુરી થઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આપના માટે સારા સમાચાર લઈને આવી છે. ભારતની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ 9000 જૂનિયર એસોસિએટ્સને હાયર કરવા જઈ રહી છે. ઈચ્છુક ઉમેદવાર 3 મે, 2019 સુધીમાં આ પોસ્ટ માટે અરજી કરે શકે છે. નોટિફિકેશનમાં દર્શાવ્યું છે કે, એસબીઆઈમાં જૂનિયર આસીસ્ટન્ટ એસોસિએટ્સની 8,904 જગ્યા ખાલી છે. આ જગ્યા કસ્ટમર સપોર્ટ અને સેલ્સ સેગ્મેન્ટમાં ઉપલબ્ધ છે.

SBIમાં 9,000 જગ્યા ખાલી છે, જૂનિયર એસોસિએટ્સ પદ માટે કરો અરજી

By

Published : Apr 24, 2019, 6:26 PM IST

આ જગ્યામાં સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં 1197 અને મહારાષ્ટ્રમાં 780 અને રાજસ્થાનમાં 600 જગ્યા પર ભરતી કરવાની છે.

ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ હોવો જોઈએ. તેની ઉંમર 20થી 28ની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવાર કોઈપણ રાજ્ય માટે અરજી કરી શકે છે, તે રાજ્યની સ્થાનિક ભાષા પુરી રીતે આવડતી હોવી જોઈએ. ઉમેદવાર સ્થાનિક ભાષા લખી, વાંચી અને બોલી શકતો હોવો જોઈએ. એસબીઆઈએ શરત મુકી છે કે, ઉમેદવાર એક જ રાજ્ય માટે અરજી કરી શકે છે અને પરીક્ષા એક જ વાર આપી શકે છે.

એસબીઆઈ આગામી મહિનાઓમાં જ ભરતી કરશે. જેમાં 8,904 જગ્યા ફ્રેશ છે. તેમાં 251 જગ્યા બેકલોગ પોઝીશનમાં છે. એસસી-એસટી અને ઓબીસી ઉમેદવાર માટે રીઝર્વ છે. એસબીઆઈ ઉપરાંત બીજી બેંકો પણ ભરતી કરનાર છે. જેમાં બેંક ઓફ બરોડા 1047 જગ્યા ખાલી પડે છે. આઈડીબીઆઈ 950 લોકોની ભરતી કરશે, આઈડીબીઆઈ બેંકમાં સ્પેશ્યલાઈઝ્ડ પોઝીશન્સ માટે ભરતી થશે. એસબીઆઈ અને બીજી બેંકો સ્પેશ્યલાઈઝ્ડ સ્કિલ્સ ધરાવતા એક લાખ લોકોની ભરતી કરનાર છે.

ABOUT THE AUTHOR

...view details