ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 4 કેસ પોઝિટિવ, કુલઆંક 147 પર પહોંચ્યો - Ahmedabad News

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં 4 કેસ પોઝિટિવ નોંધાતા કુલ આંકડો 147 પર પહોંચ્યો છે.

અમદાવાદ જિલ્લાના ગ્રમ્ય વિસ્તારમાં 4 કેસ પોઝિટિવ નોંધાતા કુલઆંક 147 પર પહોંચ્યો
અમદાવાદ જિલ્લાના ગ્રમ્ય વિસ્તારમાં 4 કેસ પોઝિટિવ નોંધાતા કુલઆંક 147 પર પહોંચ્યો

By

Published : May 21, 2020, 10:44 PM IST

અમદાવાદઃ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે સાંજ સુધીમાં નવા 4 કેસ કોરોના પોઝિટિવ નોંધાતા કુલ આંકડો 147 પર પહોંચ્યો છે.

અમદાવાદ જિલ્લાના ગ્રમ્ય વિસ્તારમાં 4 કેસ પોઝિટિવ નોંધાતા કુલઆંક 147 પર પહોંચ્યો


અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ગુરુવારે નવો એક કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ધોળકા તાલુકામાં આંકડો વધીને 61 પર પહોંચ્યો છે. જ્યારે દસ્ક્રોઇ તાલુકામાં કોરોનાના 57 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.75 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. છેલ્લા 24 કલાકમાં 34 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દિરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 61 અને સાણંદમાં 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનેટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details