ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Government MoU: સરકારે એક જ દિવસમાં ઉદ્યોગકારો સાથે કર્યા 11 હજાર કરોડના MoU, રોજગારીની નવી તકોની આશા - Gujarat Government MoU

ગાંધીનગરમાં રાજ્ય સરકારે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 11,820 કરોડ રૂપિયાના 20 MoU કર્યા હતા. આ સાથે જ સરકારે અત્યાર સુધીમાં વિવિધ ઉદ્યોગકારો સાથે 79,375 કરોડ રૂપિયાના 56 MoU કર્યા છે.

Gujarat Government MoU: સરકારે એક જ દિવસમાં ઉદ્યોગકારો સાથે કર્યા 11 હજાર કરોડના MoU, રોજગારીની નવી તકોની આશા
Gujarat Government MoU: સરકારે એક જ દિવસમાં ઉદ્યોગકારો સાથે કર્યા 11 હજાર કરોડના MoU, રોજગારીની નવી તકોની આશા

By

Published : Mar 20, 2023, 6:00 PM IST

અમદાવાદઃરાજ્યમાં રોકાણ વધે તે દિશામાં સરકાર કામ કરી રહી છે. ત્યારે આજે સપ્તાહના પહેલા દિવસે ધ આત્મનિર્ભર ગુજરાત સ્કિમ્સ ફોર આસિસ્ટન્સ ટૂ ઈન્ડસ્ટ્રીઝ યોજના અન્વયે રાજ્ય સરકાર સાથે MoUની પાંચ શ્રેણીમાં કુલ 79,375 કરોડ રૂપિયાના સમગ્રતયા 56 MoU કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આ ઉદ્યોગોથી 54,731થી વધુની સૂચિત રોજગારીની તકો ઊભી થશે. મહત્વનું છે કે, દર સપ્તાહના પ્રથમ દિવસે MoUના ઉપક્રમમાં સોમવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 11,820 કરોડના 20 MoU સૂચિત રોકાણો માટે સંપન્ન થયા હતા.

આ પણ વાંચોઃGujarat Budget Session: જંગલ સાચવવા પ્રોજેક્ટને મંજૂરી ન આપી, પણ ગૃહ-ઉદ્યોગોને જમીન દઈ 78 કરોડનો વકરો કર્યો

સરકારે જાહેર કરી હતી યોજનાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર ભારત’નો કૉલ આપ્યો હતો. ત્યારે રાજ્ય સરકાર આ દિશામાં આગળ વધી રહી છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની આ પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકારે ઓક્ટોબર 2022માં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કિમ્સ ફોર આસીસ્ટન્સ ટૂ ઈન્ડસ્ટ્રીઝ’ યોજના જાહેર કરી હતી.

અત્યાર સુધી MoUના 5 તબક્કા પૂર્ણઃ આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગ શરૂ કરવા વિવિધ ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે, સોમવારે MoU કરવાનો નવતર ઉપક્રમ યોજાય છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ ઉપક્રમના 5 તબક્કા પૂર્ણ થયા છે. તેમ જ કુલ 56 જેટલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આના પરિણામે ગુજરાતમાં કુલ 79,375 કરોડ રૂપિયાનું સૂચિત મૂડીરોકાણ આકર્ષિત થયું છે.

એક જ દિવસમાં 20 MoU: એટલું જ નહીં, આ ઉદ્યોગો શરૂ થવાથી 54,730 જેટલા લોકોને રોજગાર અવસર પણ આવનારા દિવસોમાં મળતા થશે. ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્ટસ ટૂ ઈન્ડસ્ટ્રીઝ’’ને વધુ ગતિ આપતાં આ સોમવારે (20 માર્ચે) એક જ દિવસમાં 20 MoU મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિવિધ ઉદ્યોગકારોએ કર્યા હતા. આ પ્રસંગે નાણાં- ઊર્જા પ્રધાન કનુ દેસાઈ અને ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. તો આ 20 કરારથી 16,100 જેટલી સંભવિત રોજગારીનું સર્જન થશે.

આ ક્ષેત્રોના ઉદ્યોગોમાં રોકાણ આવશેઃ આ બહુવિધ MoU અન્વયે લિથીયમ-આયન બેટરી મટિરીયલ્સ એન્ડ એડવાન્સ ફાર્મા ઈન્ટરમીડીયેટ, ડેન્સ સોડા એશ, ફૂડ પ્રોસેસિંગ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ, API, ક્રાફટ એન્ડ ડૂપ્લેક્સ પેપર-બોર્ડ, પર્સનલ કેર માટેની સ્પેશ્યાલિટી પ્રોડક્ટસ વગેરે ક્ષેત્રોના ઉદ્યોગોમાં રોકાણો આવશે. આ ઉદ્યોગો દહેજ, સાયખા, ઝઘડિયા, સચિન, સરીગામ અને અંકલેશ્વર તેમ જ દ્વારકા, ધોળકા તથા સાદરા-કડીમાં પોતાના ઉત્પાદન એકમો દ્વારા ર૦રપ સુધીમાં વ્યવસાયિક ઉત્પાદન શરૂ કરશે.

આ પણ વાંચોઃGujarat Assembly : પ્રવાસીઓની સંખ્યા વધારવા સરકારે કરોડો ખર્ચ્યા, છતાં 2 વર્ષમાં માત્ર 465 વિદેશી પ્રવાસીઓ બન્યા મહેમાન

વરિષ્ઠ અધિકારીઓ પણ રહ્યા ઉપસ્થિતઃ આ ‘‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ અન્વયે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા જર્મની, યુએસએ, યુકે, કુવૈત, મલેશિયા સહિતના અન્ય દેશોએ પણ MoU કર્યા છે. તો ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીએ રાજ્ય સરકાર વતી તથા સંબંધિત ઉદ્યોગકારોએ પોતાના એકમો વતી MoU પર હસ્તાક્ષર કરીને મુખ્યપ્રધાન તથા પ્રધાનો સમક્ષ આપલે કરી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમ જ ઈન્ડેક્ષ્ટ–બીના એમડી મમતા હિરપરા સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details