અમદાવાદશહેરમાં દુષ્કર્મના બનાવોમાં (Incident of rape in Ahmedabad) વધારો થઇ રહ્યો છે. યુવાનો લગ્નની લાલચ આપીને યુવતી સાથે પોતાની મરજીનું કરાવી અને તરછોડી મૂકે છે.પરંતુ સમાજમાં એ વાત ધણી વખત બહાર પણ નથી આવતી. પણ જ્યારે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે ત્યારે સમગ્ર કેસની વિગત સામે આવે છે. આવો જ એક કિસ્સો મહાનગર અમદાવાદમાંથી સામે આવ્યો છે. દુષ્કર્મનું દુષણ ડામવા પોલીસના પ્રયાસો સામે પણ ક્યારેય પ્રશ્નો ઊભા થાય છે.
LSD:જેમાં લવ,સેક્સ ઔર ધોખાની જેમ બનાવ બન્યો છે. સગીરાને લગ્નની લાલચ આપી યુવકે (Ahmedabad Narol Rap incident) દુષ્કર્મ કર્યાનું સામે આવ્યું છે. અને બાદમાં તરછોડીદેવામાં આવી હતી. અમદાવાદના નારોલમાં એક નરાધમે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારી તેને દગો આપતા સગીરાએ આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. જે મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો નવ વર્ષની સગીરા પર દુષ્કર્મ, આરોપીને પીછો કરીને પકડયો