ગુજરાત

gujarat

ETV Bharat / state

Morbi bridge accident case: મોરબી ઝૂલતાપુલ દુર્ઘટનામાં વધુ 2 આરોપીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા - accused in Morbi bridge accident case

મોરબી ઝૂલતાપુલ દુર્ઘટના કેસમાં બે આરોપીઓ દ્વારા નિયમિત જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

Morbi bridge accident case: આ કેસના વધુ બે આરોપીઓએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી
Morbi bridge accident case: આ કેસના વધુ બે આરોપીઓએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી

By

Published : May 14, 2023, 6:54 AM IST

અમદાવાદ:મોરબી ઝુલતા દુર્ઘટના કેસમાં 135થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને ત્યારબાદ આ કેસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આરોપીઓ દ્વારા હવે જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી રહી છે, ત્યારે આ દુર્ઘટના કેસના વધુ બે આરોપીઓએ જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આરોપીઓ મહાદેવ સોલંકી અને મનસુખ પટેલે હાઇકોર્ટમાં આ નિયમિત જામીન માટે અરજી દાખલ કરી છે. આ બંને આરોપીઓ મોરબી ઝૂલતા પૂલ ઉપર ટિકિટ વહેચણીનું કામ કરતા હતા.

નિર્ધારિત સંખ્યા કરતાં વધુ ટિકિટ વહેચાઈ:મોરબી કેબલ બ્રિજની જ્યારે દુર્ઘટના બની ત્યારબાદ જે તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાં નિર્ધારિત સંખ્યા કરતાં વધુ ટિકિટ વહેચાઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. બ્રિજની કેપેસિટી કરતા વધારે બ્રિજ ઉપર લોકો હાજર હતા તેવી પણ વાત તપાસમાં વાત સામે આવી હતી .તેથી જે લોકોને બેદરકારી દાખવીને ટિકિટ વહેચણી કરવામાં આવી હતી. તેમાંથી મહાદેવ સોલંકી અને મનસુખ પટેલે આ ટિકિટ વહેચણીઓ કરી હતી. પોલીસે આ લોકોને બેદરકારી દાખવીને ટિકિટ વહેંચણી કરવામાં મામલે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે થોડા સમય અગાઉ જ હાઇકોર્ટ અન્ય ત્રણ આરોપીઓને પણ નિયમિત જામીન આપ્યા હતા. સિક્યુરિટી ના કામ સાથે જે સંકળાયેલા હતા તેમને હાઇકોર્ટે જામીન આપ્યા હતા. જોકે આ ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલ હજુ પણ હાલ જેલમાં બંધ જ છે.

હાઇકોર્ટે ગંભીરતા દાખવીને સુઓમોટો અરજી દાખલ કરી: અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ઝુલતાપુલની દુર્ઘટના બની હતી ત્યારબાદ આ ઘટનાને પગલે હાઇકોર્ટે ગંભીરતા દાખવીને સુઓમોટો અરજી દાખલ કરી હતી. આ અરજીના પગલે હાઇકોર્ટમાં છેલ્લા ઘણા સમયથી સુનાવણી ચાલી રહી હતી જેમાં હાઇકોર્ટ ટીમ દુર્ઘટના કેસમાં મૃત્યુ પામેલા મૃતકો તેમજ ઘાયલ થયેલા તમામ પીડિતોને ઓરેવા કંપની તરફથી અને સરકાર તરફથી વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટ દ્વારા અત્યારે હાલ આ અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે ત્યારે હાઇકોર્ટ આરોપીઓને જામીન આપે છે કે નહીં તે જાણવું મહત્વનું બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details