અમદાવાદઉત્તરપ્રદેશમાં 10 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની (Rashtriya Swayamsevak Sangh) અખિલ ભારતીય કાર્યકારી મંડળની (Executive Board of India) પ્રયાગરાજમાં તાજેતરમાં સંપન્ન થઈ છે. જેમાં ગુજરાતમાંથી પ્રાંત સંઘ સંચાલક (Provincial Union Administrator from Gujarat), ડૉ.ભરત પટેલ, પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલ, પ્રાંતના સહ કાર્યવાહ ડોં. સુનિલ બોરીસા, સહ કાર્યવાહ અખિલેશ પાંડે તેમજ પ્રાંત પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જનસંખ્યા અસંતુલન અંગે વિષયમાં ચર્ચા મોખરે રહી હતી.
ઉતરપ્રદેશમાં મળેલી રાષ્ટ્રીય કાર્યકારીમાં બેઠકમાં જનસંખ્યામાં સંતુલિત રાખવા માટે તેમજ પ્રદેશના માતૃભાષાનો વ્યાપ વધે તેના પર ફોક્સ માટેનું મંથન થયું હતું. હિન્દુઓની સંખ્યા ઘટી રહી છેડૉ. ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશમાં જન સંખ્યા વધી રહી છે. દુનિયામાં સૌથી વધારે જનસંખ્યા ધરાવતા દેશોમાં ભારત મોખરે બની રહ્યો છે. એમાં જાતિગત મતાંતરને કારણે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે. કેટલાક સીમાવર્તી ક્ષેત્રોમાં પણ ઘૂસણખોરીને કારણે પણ જ્ઞાતિગત અસંતુલન અને વિભાજનની સ્થતિ આવી રહી છે. આ બાબતો ધ્યાનમાં રાખીને જનસંખ્યા નીતિ બનવી જોઇએ અને આ બાબતો તમામ ધર્મોને સમાન રીતે લાગુ થવી જોઈએ.
ઉંમર આધારિત ગણતરી થાય છેભરતભાઈને પૂછયુ કે શું સઘમાં જ્ઞાતિગત સમીકરણ આધારે ગણતરી થાય છે કે કેમ? તો તેમણે કહ્યું કે સઘમાં બાલ્યવસ્થા, તરુણા અસ્વસ્થા અને સંઘ કાર્યકર એમ ઉંમર આધારિત ગણતરી થાય છે, પરંતુ સંઘમાં મુસ્લિમ અને ક્રિશ્ચન આવે તો તેની અલગ નોંધ રખાતી નથી.
અંગ્રેજીનો વ્યાપ વધ્યો છે, જે અંગે ચિંતાતેમજ જનસંખ્યામાં સંતુલિત સાથે સાથે માતૃભાષાનો વ્યાપ વધારા અંગે ચર્ચા મુદ્દે કરતા ડો.ભરત પટેલે જણાવ્યું હતું કે, દેશની તમામ ભાષાઓ હવે લુપ્ત થવા જઈ રહી છે. જેમાં હવે પશ્ચિમી ભાષા એટલે કે અંગ્રેજીનો વ્યાપ (Prevalence of English in education increased) દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેના કારણે મૂળ ભાષા વિખરાઈને કોરણે મુકાતી હોય તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. હાલ શિક્ષણમાં પણ અંગ્રેજીનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે. તે અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
સંઘની શાખામાં વધારો થયો છેછેલ્લા કેટલાય વર્ષો બાદ હવે સંઘની શાખામાં વધારો થયો છે. એટલે કે છેલ્લા આઠ વર્ષની અંદર દેશમાં સંઘની શાખા 6,700 પહોંચી છે. જ્યારે રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાલ અત્યારે 1337 દૈનિક શાખા 916 સાપ્તાહિક શાખા માસિક મિલન 426 શાખાઓ એમ કુલ 1908 શાખાઓ ગુજરાતમાં કાર્યરત છે. જે હિન્દુ સંગઠનને લઈ અને વિવિધ મુદ્દાઓ પર કાર્ય કરી રહ્યું છે.