ગુજરાત

gujarat

ETV Bharat / state

Illegal Slaughterhouses : ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના મામલે હાઈકોર્ટે સરકારને દુકાનદારો માટે વલણ સ્પષ્ટ કરવા કર્યો નિર્દેશ - ગેરકાયદેસર કતલખાના

રાજ્યમાં ચાલતા ગેરકાયદે કતલખાનાને લઇ હાઇકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે. દુકાનદારો દ્વારા કતલખાના ખોલવા માટે હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. રમજાન મહિનાને ધ્યાનમાં રાખીને દુકાનદારે કોર્ટમાં રજૂઆત કરી હતી. દુકાનદારોનો પ્રશ્નનો સકારાત્મક રીતે કાયદાનું પાલન થાય તે રીતે ઉકેલ લાવવા માટે હાઇકોર્ટે સરકારને નિર્દેશ કર્યા છે.

Illegal Slaughterhouses :રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના મામલે હાઈકોર્ટે સરકારને દુકાનદારો માટે વલણ સ્પષ્ટ કરવા કર્યો નિર્દેશ
Illegal Slaughterhouses :રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના મામલે હાઈકોર્ટે સરકારને દુકાનદારો માટે વલણ સ્પષ્ટ કરવા કર્યો નિર્દેશ

By

Published : Mar 22, 2023, 7:23 AM IST

અમદાવાદ : રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના અને બિન આરોગ્યપ્રદ માસનું જે વેચાણ કરવામાં આવે છે. તે અંગે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે .આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી .જેમાં દુકાનદારો દ્વારા ખાસ કરીને રમજાન મહિનાને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવી હતી. કતલખાનાને ખોલવા માટે થઈને દુકાનદારોએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. દુકાનદારો દ્વારા કતલખાના મુદ્દે રાહત આપવામાં આવે એવી માગ પણ કરવામાં આવી હતી.

ગેરકાયદેસર કતલખાના :દુકાનદારો દ્વારા હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, કાયદાના સંભવત પાલન સાથે ખાસ કરીને રમઝાન મહિનાના ધ્યાનમાં રાખીને કતલખાના ખોલી દેવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલા 12 કતલખાનામાંથી માત્ર ત્રણ જ કતલખાના ચાલુ છે. કતલખાના માટે સરકાર દ્વારા જે ચેકલિસ્ટ બનાવવામાં આવ્યું છે તે પ્રમાણે તો રાજ્યમાં એક કોઈપણ પ્રકારની માંસાહાર દુકાન ચાલશે નહીં તેવું દુકાનદારો દ્વારા કહેવામાં આવે છે.

આ પણ વાંચો :Gujarat HC: 26 અઠવાડિયાના ગર્ભને જીવિત રહેવાની શક્યતા ખૂબ ઓછી છે: HCએ દુષ્કર્મ પીડિતાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપી

હાઇકોર્ટ સરકારને નિર્દેશ કર્યો :આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટ દ્વારા સરકારને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, સકારાત્મક વલણ સાથે કાયદાનું પણ પાલન થાય અને દુકાનદારોની અગવડ પણ ના પડે એ રીતે વલણ અપનાવવામાં આવે. લોકોના બંધારણીય અધિકાર અને કાયદાના પાલન બાબતે સરકાર વલણ સ્પષ્ટ કરે એવું પણ હાઇકોર્ટ સરકારને નિર્દેશ કર્યો છે.

આ પણ વાંચો :Gujarat High Court: ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ, હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી

સુનાવણી 28 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે : ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના અને કતલખાનાઓમાં બિન આરોગ્યપ્રદ માસનું વેચાણ કરવામાં આવે છે. એ પ્રકારની એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. જોકે અમુક નોનવેજની માલિકી ધરાવતા દુકાનદારો દ્વારા પણ અરજી કરવામાં આવી છે કે, અમારી પાસે માન્ય લાયસન્સ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના અમારી દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને હવે હાઇકોર્ટ આ બાબતે સરકારને વલણ સ્પષ્ટ કરવા માટે આદેશ કર્યો છે. મહત્વનું છે કે, દુકાનદારોની માંગણી ધ્યાનમાં રાખતા હાઇકોર્ટે સરકારને આ બાબતે પોતાનું વલણસ્પષ્ટ કરવા માટે તેમજ કાયદાનું પાલન થાય એ રીતે પગલાં લેવા માટે નિર્દેશ કર્યા છે, ત્યારે આ મામલે વધુ સુનાવણી 28 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details