અરજદારના વકીલ વાતચીત કરતા જણાવ્યું હતું કે, જામનગર કસ્ટોડિયલ ડેથ કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સંજીવ ભટ્ટના જમીન ફગાવી દેવામાં આવ્યા છે, પરંતુ 1996ના આટલા જૂના કેસમાં જામીન અરજી પણ આટલી જ મહત્વપૂર્ણ છે અને આગામી દિવસોમાં 1996ના કેસમાં જ્યૂડિયશલ કસ્ટડી રાખી શકાય નહીં.
પાલનપુર NDPS કેસમાં સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી - સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી
અમદાવાદ: વર્ષ 1996 પાલનપુર NDPS કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ દ્વારા 6 ડિસેમ્બરના રોજ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. વર્ષ 1996ના કેસમાં ગુજરાત હાઇકોર્ટે કેસની તપાસ CIDને સોંપ્યા બાદ જેમાં સુમેરસિંહ રાજપુરોહિત પર 1.5 કિલો અફીણ રાખવાના કેસમાં સેપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. રાજપુરોહિત બનાસકાંઠાના પૂર્વ એસ.પી સંજીવ ભટ્ટ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

પાલનપુર NDPS કેસમાં સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી
ઉલ્લેખનીય છે કે, સંજીવ ભટ્ટ દ્વારા ડિસ્ચાર્જ અરજી ફગાવવાના નીચલી કોર્ટના આદેશને પડકાર્યો છે.આગામી દિવસોમાં બંને કેસમાં સુનાવણી હાથ ધરાશે.