ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : બોપલમાં પતિએ પત્ની અને સાસુ પર મર્સીડિઝ કાર ચઢાવી હત્યાનો કર્યો પ્રયાસ, નોંધાઈ ફરિયાદ

અમદાવાદના અતિ વૈભવી વિસ્તાર બોપલમાં સન સિટીમાં એક પતિએ પત્ની અને સાસુની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે સમગ્ર મામલે સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવા માટેની તજવીજ શરૂ કરી છે.

Ahmedabad Crime : બોપલમાં પતિએ પત્ની અને સાસુ પર મર્સીડિઝ કાર ચઢાવી હત્યાનો કર્યો પ્રયાસ, નોંધાઈ ફરિયાદ
Ahmedabad Crime : બોપલમાં પતિએ પત્ની અને સાસુ પર મર્સીડિઝ કાર ચઢાવી હત્યાનો કર્યો પ્રયાસ, નોંધાઈ ફરિયાદ

By

Published : Mar 12, 2023, 10:05 PM IST

અમદાવાદ :બોપલમાં રહેતા 32 વર્ષીય નિશા (નામ બદલેલ છે) એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના પિતા નિવૃત્ત સરકારી કર્મચારી હોય અને માતા ઘરકામ કરે છે. નિશાના લગ્ન વર્ષ 2020 માં સમાજના રીત રિવાજ મુજબ જમીર પવનભાઈ અગ્રવાલ નામના બોપલના યુવક સાથે થયા હતા. લગ્ન જીવનમાં તેઓને સંતાનમાં એક 6 માસનો દીકરો છે.

બોપલમાં પતિએ પત્ની અને સાસુ પર મર્સીડિઝ કાર ચઢાવી હત્યાનો કર્યો પ્રયાસ :10 મી માર્ચથી નિશાનો પતિ જમીર અગ્રવાલ ઘરે આવ્યા ન હોય તેથી બીજા દિવસે તેઓ પોતાની માતા અને નાની બહેન સાથે સન સીટી રોડ ઉપર બાળક માટે મિલ્ક પાવડર લેવા માટે નીકળ્યા હતા, સ્ટોરમાંથી મિલ્ક પાવડર ખરીદીને ચાલતા ચાલતા રોડ તરફ આવતા હતા, ત્યારે તેઓની નજર સન સીટી તરફથી રીંગરોડ તરફ જતી એક ગ્રે કલરની મર્સિડીઝ કાર ઉપર પડી હતી. રોડ પરના ટ્રાફિકના કારણે ગાડી ધીમી પડતા ગાડીની અંદર તેઓએ જોતા તેમાં ત્રણ આરોપી બેઠા હતા. જેમાં નિશાનો પતિ જમીન પવનભાઈ અગ્રવાલ ગાડી ચલાવતા હોય અને તેની બાજુમાં પતિનો મિત્ર હર્ષિદ તારાપુરવાલા બેઠો હતો.

આ પણ વાંચો :Ahmedabad crime news: બાપુનગરમાં ફરી અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, ઘટના સીસીટીવીમાં કેદ

નિશાની માતા પણ ગાડી પાસે આવી ગયા હતા : નિશાએ ગાડી ઉભી રખાવી હતી અને તે વખતે નિશાની માતા પણ ગાડી પાસે આવી ગયા હતા. નિશાએ પતિની ગાડીનો દરવાજો ખોલાવી પૂછપરછ કરતા તેના પતિએ નિશા તેમજ તેની માતાને ગાળો બોલી ખુલ્લા દરવાજા સાથે ગાડી ચલાવવાની કોશિશ કરી હતી. જેથી નિશા અને તેની માતા ગાડી રોકવા ગાડી આગળ ઊભા રહી ગયા હતા. જોકે તેમ છતાં પણ નિશાના પતિ જમીર અગ્રવાલે તે બંનેને જાનથી મારી નાખવાના ઇરાદે તેઓના પર ગાડી ચલાવતા તેઓ ઝડપથી ખસી ગયા હતા.

આ પણ વાંચો :Fake PSI in Police Academy : આરોપી મયુર તડવીના 10 માર્ચ સુધીના રીમાન્ડ મંજૂર

ફરિયાદીના માતાને ગાડીનું પતરું વાગતા ઇજાઓ થઈ : તે દરમિયાન નિશાની માતા નીચે પડી જતા નાની બહેન દોડી આવી હતી અને તેઓને સાઈડમાં લઈ ગઈ હતી. જોકે તે સમયે ફરિયાદીના માતાને ગાડીનું પતરું વાગતા ઇજાઓ થતા આ સમગ્ર મામલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદ આ સમગ્ર મામલે નિશાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં પતિ સામે પોતાની અને માતાની હત્યાના પ્રયાસને લઈને ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે સરખેજ પોલીસે ગુનો દાખલ કરી આરોપી પતિને પકડવા માટે તપાસ તેજ કરી છે. આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં PI વી.જે ચાવડાએ ETV Bharat સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે,આ અંગે ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે ટીમો કામે લગાડવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details