અમદાવાદઃ ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ રાજ્યમાં અલગ કરોડોની આશ્રમની જમીનોને લઈ(Bharti Ashram controversy) વિવાદ સપાટી પર આવ્યો છે. કરોડોની જમીન પચાવી(Bharti Aashram)પાડવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેવામાં હરિહરાનંદ સ્વામીતરફથી યદુ નંદન ભારતી સ્વામીએ સરખેજ પોલીસ સ્ટેશને પહોંચી આશ્રમ પર કબ્જો કરવા માટે ઋષિ ભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ(Bharti Ashram land dispute ) અને દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ કાર્યો છે. તો પોલીસે પણ આ મામલે રજૂઆત સાંભળી ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મેળવી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.
આ પણ વાંચોઃHariharananda Bharti Bapu missing: હરિહરાનંદ બાપુના ગુમ થવા પર શું કહ્યું બાપુના શિષ્ય કાળુ ભગતે?
આશ્રમની જમીન હડપવાનો વિવાદ -ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ આશ્રમની જમીન હડપવાનો વિવાદ સમવાનું નામ લેતો નથી. સરખેજ પોલીસ સ્ટેશને પહોંચેલા યદુનંદન મહારાજ મીડિયા સમક્ષ મોટો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસને રજૂઆત કરવા પહોંચેલા બાપુએ જણાવ્યું કે અમે ગયા મહિને પોસ્ટ દ્વારા પણ પોલીસને ફરિયાદ મોકલી હતી. જેના પર હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. હવે રૂબરૂ ફરિયાદ કરવા આવ્યા છીએ. જે પણ લોકો આમાં ઇનવોલ હોય તેમની સામે કાર્યવાહી થાય. આશ્રમ પર કબ્જો કરવા માટે રૂષિભારતી બાપુ એ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ કર્યોં છે.