- અમદાવાદમાં પત્નીના ત્રાસથી ગળેફાંસો ખાઇ યુવકનો આપઘાત
- પત્નીના ત્રાસથી પુત્રએ આત્મહત્યા કરી હોવાની મૃતકની માતાએ ફરિયાદ નોંધાવી
- સુરેન્દ્રસિંહના આપઘાતને પગલે પત્ની સામે ગુનો નોંધ્યો
- શહેર કોટડા પોલીસે વઘુ તપાસ હાથ ધરી
અમદાવાદમાં પત્નીના ત્રાસથી પતિએ કરી હતી આત્મહત્યા, પત્ની વિરુદ્ધ નોધાયો ગુનો - latest news in ahmedabad
અમદાવાદ શહેરમાં જુલાઈ માસમાં એક યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કરવાના કેસમાં હવે તેની જ પત્ની સામે ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં ફરિયાદ મૃતકની માતાએ જ નોંધાવી છે. જેમાં મૃતકની પત્ની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. જે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ : શહેરમાં જુલાઈ માસમાં એક યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કરવાના કેસમાં હવે તેની જ પત્ની સામે ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં મૃતકની માતાએ જ ફરિયાદ નોંધાવી છે. જેમાં મૃતકની પત્ની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે, જે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
જેની વિગતે વાત કરીએ તો સરસપુર વિસ્તારમાં આવેલી જગજીવન સોસાયટીમાં રહેતા મૂળીબહેનને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તેમના સુરેન્દ્રસિંહ નામના 33 વર્ષીય પુત્રએ પહેલા લગ્ન કર્યા બાદ પત્ની સાથે મનમેળ ન આવતા છૂટાછેડા લીધા હતા. બાદમાં વર્ષ 2018મા ગીતાબહેન પરમાર નામની સ્ત્રી સાથે તેમણે લગ્ન કર્યા હતા. બાદમાં ગીતા અને સુરેન્દ્રસિંહ લગ્ન પછી પણ અલગ અલગ રૂમમાં સુતા હતાં.
સુરેન્દ્રસિંહની માતાને આ વાતની જાણ થતાં તેમણે તેમના પુત્રને આ વાત પૂછી હતી. જેથી સુરેન્દ્રસિંહએ કહ્યું કે, તેની પત્ની ગીતાએ તેની સાથે ન સુવા માટે માતાજીની બાધા લીધી છે. ગીતાએ અગાઉ પણ બે લગ્ન કર્યા હતા. બાદમાં ગીતા સાસરે વધુ રોકાતી નહિ અને પિયરમાં જઈને રહેતી હતી. એક દિવસ ગીતાએ તેના પતિ સુરેન્દ્રસિંહને મકાનનો ભાગ લઈને ખોખરા રહેવા જવા માટે વાત કરી ઝગડો કર્યો હતો. નાની નાની વાતોમાં ગીતા ઝગડા કર્યા કરતી હતી. તેવામાં સુરેન્દ્રસિંહના પિતાનું મે માસમાં અવસાન થતાં ગીતા આવી અને રોકાઈ હતી.
12 દિવસ બાદ ગીતા પરત જતી રહી હતી અને અલગ રહેવા દબાણ કરતી હતી. જેથી સુરેન્દ્રસિંહએ તેને ફોનમાં બ્લેકલીસ્ટમાં નાખી દીધી હતી. પણ અન્ય નંબરો પરથી ફોન કરી ત્રાસ આપતા સુરેન્દ્રસિંહ તણાવમાં રહેતો અને બીમાર રહેતો હતો. 27મી જુલાઈએ ઘરના સભ્યો એક મરણ પ્રસંગમાં ગયા હતા. ત્યારે સુરેન્દ્રસિંહે આપઘાત કરી લીધો હતો. જેથી આ મામલે પહેલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. બાદમાં પોલીસે આ મામલે ત્રાસ આપનાર પત્ની ગીતા સામે જ ગુનો નોધ્યો હતો.