ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ-સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીને પરિવાર સાથે કરાવવામાં આવે છે ડિજિટલી મુલાકાત...

અમદાવાદ મધ્યસ્થ જેલ દ્વારા કેદીઓની રૂબરૂ મુલાકાત બંધ કરાવી દેવામાં આવી છે અને કુટુંબી જનોની મુલાકાત માટે ઈ-મુલાકાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદ-સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીને પરિવાર સાથે કરાવવામાં આવે છે ડિજિટલી મુલાકાત...
અમદાવાદ-સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીને પરિવાર સાથે કરાવવામાં આવે છે ડિજિટલી મુલાકાત...

By

Published : Apr 25, 2020, 6:09 PM IST

અમદાવાદઃ સમગ્ર ભારત અને ગુજરાતમાં કોરોનાની અસર જોવા મળી રહી છે. ત્યારે જેલમાં રહેલા કેદી કે આરોપીને પણ તેના કુટુંબીજનો કે સગા સબંધીની ચિંતા થાય ત્યારે સબાટી મધ્યસ્થ જેલ દ્વારા કેદીઓની રૂબરૂ મુલાકાત બંધ કરાવી દેવામાં આવી છે અને ઇ-મુલાકાત શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ-સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીને પરિવાર સાથે કરાવવામાં આવે છે ડિજિટલી મુલાકાત...

અમદાવાદ મધ્યસ્થ જેલ દ્વારા જેલમાં રહેલા કેદીઓની તેમના પરિવાર સાથે મુલાકાત થઈ શકે તે વીડિયો કોલના માધ્યમથી માટે ઈ-મુલાકાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમના પરિવાર સાથે ઈ-મુલાકાતથી સંપર્ક કરાવવામાં આવે છે.

અમદાવાદ-સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીને પરિવાર સાથે કરાવવામાં આવે છે ડિજિટલી મુલાકાત...

રૂબરૂ મુલાકાત બંધ કરાતા જેલમાં રહેલા કેદીઓને માનસિક રીતે સ્વસ્થ અને મુક્તમને રાખવા માટે નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યું છે. ઈ-મુલાકાત દ્વારા રોજેરોજ 50 જેટલા કેદીઓની પરિવાર સાથે મુલાકાત કરાવવામાં આવે છે. છેલ્લા 15 દિવસમાં 500થી વધુ કેદીઓની ઈ-મુલાકાત કરાવવામાં આવી છે અને આ પ્રમાણે કાર્યવાહી હજુ પણ ચાલુ જ રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details