- ઉતરાયણમાં દોરીથી અકસ્માતનો ભય
- દોરીથી બચવા વાહનો પર લગાડાય છે સળિયા
- સળિયા દ્વારા દોરીથી થતાં અકસ્માત રોકી શકાય
અમદાવાદ : શહેરના માર્ગો પર ઉતરાયણ પહેલાં ધારદાર દોરીથી રક્ષણ મેળવવા ટુ વ્હીલર પર સળિયા લગાડવાનું શરૂ થઇ ગયું છે. ઠેર ઠેર વાહન ચાલકોએ સ્ટિયરિંગ પર સળિયા લગાવી દીધા છે. ઉતરાયણ જેમ નજીક આવતી જાય એમ માર્ગો પર પતંગો વેચતા અને ઉડતા જોવા મળે છે. આકાશમાં ઉડતી પતંગ દોરી કપાઇને રોડ પર આવે કે પડે ત્યારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે. અકસ્માતો પણ સર્જાય છે, ઘણાં લોકોના મોં , ગળા પર, આંખો જેવા ભાગો પર ગંભીર ઇજાઓ પણ થાય છે.
દોરીથી અસંખ્ય લોકો બને છે અકસ્માતોનો ભોગ
છેલ્લાં કેટલાક વર્ષોથી શહેરના માર્ગો પર વાહનોનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ઉતરાયણ નજીક આવતી હોય ત્યારે કેટલાક સ્લમ વિસ્તારના લોકો રોડ પર જ પતંગ ચગાવતા જોવા મળે છે. ચાલીઓ, સોસાયટીઓને મહોલ્લામાંથી પણ પતંગો ઉડે છે. આ ઉડતી પતંગોની દોરી અચાનક જ જ્યારે માર્ગ પર પડે છે. ત્યારે વાહન ચલાવવામાં મશગૂલ લોકો અકસ્માતનો ભોગ બની જાય છે.