અમદાવાદ : દાણીલીમડામાં ફેકટરીના માલિકે GPCBના બે અધિકારીઓને મારી નાખવાની ધમકી (GPCB Officials Threatened to Kill) આપી હતી. GPCBના બે અધિકારીઓ તપાસમાં ગોડાઉનમાં ગયેલા હતા પરંતુ ગોડાઉનમાં પુરીને મારી નાખવાની ધમકી મળી હતી. જો કે પોલીસને જાણ થતાં આ બંન્ની ધરપકડ કરી છે.
"મારું નામ મોહસીન શેખ છે, હું આ ફેકટરીનો માલિક છું"
GPCB પ્રાદેશિક કચેરી અમદાવાદ ખાતે સંજય માલત નાયબ પર્યાવરણ ઈજનેર તરીકે ફરજ બજાવે છે. અને હાલમાં ગાંધીનગરથી ઓફિસથી કામકાજ કરે છે. સંજય માલત તેમજ અધિકારી દશરથ પટેલ સાથે અમદાવાદ શહેરના ઔધોગિક એકમોની તપાસ (Investigation of Industrial Units of Ahmedabad) માટે ગાંધીનગરથી દાણીલીમડામાં પહોંચ્યા હતા. દાણીલીમડા ખાતે ઇલાબેન એસ્ટેટ પાસે બ્રાઇટ વો ફેકટરી ખાતે પહોંચ્યા હતા, ત્યાં હાજર કારીગરોએ ફોન કરીને કંપનીના માલિકને બોલાવ્યા હતા. અને થોડીવારમાં એક વ્યક્તિ આવીને કહ્યું, મારું નામ મોહસીન શેખ છે, હું આ ફેકટરીનો માલિક છું.
આ પણ વાંચોઃવેરાવળની રેયોન કંપનીના ગેસ ગળતર મામલે કલેક્ટર દ્વારા GPCBને તપાસના આદેશ